મોબાઈલ નેટવર્ક ઠપ્પ થઈ જશે તો કંપનીઓએ ગ્રાહકોને વળતર ચુકવવું પડશે

મોબાઈલ નેટવર્ક ઠપ્પ થઈ જશે તો કંપનીઓએ ગ્રાહકોને વળતર ચુકવવું પડશે

(એજન્સી)       નવી દિલ્હી તા.૬:
દૂરસંચાર નિયામક (ટ્રાઈ)એ મોબાઈલ અને બ્રોડબેન્ડ સેવાઓની ગુણવતા સુધારવા માટે નવા નિયમોનો ડ્રાફટ જાહેર કર્યો છે. પ્રસ્તાવ અનુસાર જો કોઈ જિલ્લામાં મોબાઈલ કે બ્રોડબેન્ડ નેટવર્ક સતત ચાર કલાક તેથી વધુ વખત બંધ રહે છે તો તેને મોટો આઉટેજ માનવામાં આવશે. જો આ સમસ્યા ૨૪ કલાકથી વધુ સમય સુધી ચાલુ રહે છે તો કંપનીએ ગ્રાહકને વળતર આપવું પડશે. ટ્રાઈએ કવોલિટી ઓફ સવિર્સ રેગ્યુલેશન, ૨૦૨૪માં નવા સંશોધનનો ડ્રાફટ જાહેર કર્યો છે. તેમાં જોગવાઈ કરાઈ છે કે જો મોટું નેટવર્ક આઉટેજ હોય છે તો આવી સ્થિતિમાં પોસ્ટપેઈડ અને પ્રી-પેઈડ ગ્રાહકોને નિશ્ચિત શરતોના હિસાબે વળતર આપવું પડશે. પોસ્ટ પેઈડ ગ્રાહકોના મામલામાં જેટલા દિવસ નેટવર્કને અસર થશે, એટલા દિવસનું ભાડુ આગામી બિલમાં માફ કરવું પડશે. જયારે, પ્રીપેઈડ ગ્રાહકોના મામલામાં પ્લાનની માન્યતાને અસર થયેલા દિવસોની સંખ્યાને બરાબર વધારી દેવામાં આવશે.