એલઆઈસી સાથે રૂા.ર૬૮૪ કરોડની છેતરપીંડીના કેસમાં સીબીઆઈએ અનીલ અંબાણી સામે કેસ દાખલ કર્યો

એલઆઈસી સાથે રૂા.ર૬૮૪ કરોડની છેતરપીંડીના કેસમાં સીબીઆઈએ અનીલ અંબાણી સામે કેસ દાખલ કર્યો

(એજન્સી)           મુંબઇ તા.૧૯:
અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી રહી છે. સીબીઆઈ એ રિલાયન્સ કેપિટલ લિમિટેડ (RCAP), તેના ભૂતપૂર્વ ચેરમેન અનિલ અંબાણી, ભૂતપૂર્વ ગ્રુપ મેનેજિંગ ડિરેક્ટર સતીશ સેઠ, અજાણ્યા સરકારી અધિકારીઓ અને અન્ય લોકો સામે કેસ દાખલ કર્યો છે. આ કેસ ભારતીય જીવન વીમા નિગમ (LIC) દ્વારા કરવામાં આવેલા રોકાણો સાથે સંકળાયેલા રૂા.૨,૬૮૪ કરોડના કથિત છેતરપિડીનો છે. જોકે, અનિલ અંબાણીના પ્રવક્તાએ આરોપોને નકારી કાઢયા છે.
પ્રવક્તાએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું, CBI દ્વારા દાખલ કરાયેલ FIR રિલાયન્સ કેપિટલ લિમિટેડ સાથે સંબંધિત છે. અનિલ અંબાણી ૨૦૦૫ થી નવેમ્બર ૨૦૨૧ સુધી રિલાયન્સ કેપિટલ લિમિટેડના બોર્ડમાં બિન-કાર્યકારી ડિરેક્ટર/ચેરમેન તરીકે સેવા આપી હતી. નવેમ્બર ૨૦૨૧માં, રિઝર્વ બેંકએ કંપનીના ડિરેક્ટર બોર્ડને રદ કરી દીધું અને એક વહીવટકર્તાની નિમણૂક કરી. પ્રવક્તાના જણાવ્યા અનુસાર, અનિલ અંબાણીએ કોઈપણ ખોટું કામ કરવાનો ઇનકાર કર્યો છે અને કાયદા હેઠળ તેમને ખાતરી આપવામાં આવેલા તમામ અધિકારો અનામત રાખે છે.