લાખોની કિંમતનો આઈફોન ખરીદવા ઠેર-ઠેર લાઈનો લાગી : ભારે ક્રેઝ

આઈફોન માટે લોકોની દિવાનગી : આજે સવારથી આઈફોન ૧૮-પ્રો અને ૧૮-પ્રો મેક્સનું વેચાણ શરૂ  દિલ્હી, મુંબઈ, બેંગ્લુરૂમાં એપલ સ્ટોરની બહાર લોકોની ભારે ભીડ : લોકો આખી રાત લાઈનમાં ઉભા રહ્યા

લાખોની કિંમતનો આઈફોન ખરીદવા ઠેર-ઠેર લાઈનો લાગી : ભારે ક્રેઝ

(એજન્સી)    નવી દિલ્હી તા.૧૮: 
લોકોની આઇ ફોન માટેની દિવાનગી ફરી બહાર આવી છે. આઇફોન ૧૮ પ્રો અને આઇફોન ૧૮ પ્રો મેક્સનું વેચાણ શરૂ થતાં પહેલા જ દિલ્હી-મુંબઇ અને બેંગ્લુરુના એપલ સ્ટોર બહાર લોકોની ભારે ભીડ ઉમટી પડી છે અનેક ગ્રાહકો ગત રાત્રીથી જ સ્ટોરની બહાર લાઇનમાં ઉભા રહી ગયા હતા. દિલ્હીના સાકેત સ્થિત એલેટ સિટીવોક મોલન એપલ સ્ટોરની બહાર સવારથી જ લોકો એકઠા શરૂ થઇ ગયા હતા.ભારતમાં લોકોમાં એપલના આઇફોનનો ક્રેઝ આશ્ચર્યજનક રીતે વધી રહ્યો છે. એપલે તેના આઇફોનનું નવું મોડેલ લોન્ચ કરતાની સાથે જ ખરીદદારોની કતાર લાગી જાય છે. તાજેતરમાં જ એપલે આઇફોન ૧૮ના વિવિધ વેરિયન્ટ્સ લોન્ચ કર્યા છે. ભારતમાં આઇફોન ૧૮-પ્રો અને આઇફોન ૧૮-પ્રો મેક્સનું સત્તાવાર વેચાણ શરૂ થયું છે. ત્યારે ગઈકાલથી જ મોબાઇલ ફોન ખરીદવા માટે ભીડ લાગી રહી છે. દિલ્હીથી મુંબઈ અને બેંગલુરુ સુધીના લોકો એપલ સ્ટોર્સની બહાર લાઇનમાં લાગી ગયા છે. એપલના નવીનતમ ફલેગશિપ સ્માર્ટફોન, આઇફોન ૧૮ પ્રો અને આઇફોન ૧૮ પ્રો મેક્સનો પહેલો સેલ શરૂ થઈ ગયો છે. સેલ શરૂ થતાંની સાથે જ દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ જેવા મુખ્ય ટેક હબમાં એપલ સ્ટોર્સની બહાર ગઈકાલ રાતથી જ ખરીદદારોની ભારે ભીડ જોવા મળી હતી. લોકો તેમના મનપસંદ ગેજેટ્સ મેળવવા માટે આખી રાત લાંબી કતારોમાં ઉભા રહ્યા હતા.
રાષ્ટ્રીય રાજધાનીમાં નવા આઇફોનનું લોન્ચિંગ હંમેશા ભવ્ય ઉજવણી હોય છે. આ વખતે પણ, સાકેતમાં સિલેક્ટ સિટીવોક મોલમાં સત્તાવાર એપલ સ્ટોરની બહારનું દ્રશ્ય અદભુત હતું. રાતોરાત સ્ટોરની બહાર જમાવાયેલા ટેક ઉત્સાહીઓનો ઉત્સાહ ચરમસીમાએ હતો. દેશના વિવિધ ભાગોમાંથી એપલ ચાહકો, કલેક્ટર્સ અને ટેક સર્જકો નવા પ્રો મોડેલ્સની સુવિધાઓનો અનુભવ કરવા માટે ઉત્સુક હતા.