અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટીંગ બે કલાકમાં ધોધમાર સવા ચાર ઈંચ વરસાદ

અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટીંગ બે કલાકમાં ધોધમાર સવા ચાર ઈંચ વરસાદ

(બ્યુરો)        અમદાવાદ તા.૧૮
અમદાવાદમાં ફરી એકવાર મેઘરાજાએ સટાસટી બોલાવી છે. આ લખાઈ રહ્યું છે ત્યારે પ્રાપ્ત અહેવાલ મુજબ અમદાવાદ શહેરમાં સરખેજ નવરંગપુરામાં માત્ર બે કલાકમાં સવા ચાર ઈંચ વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી-પાણી થઈ ગયું છે. ભારે વરસાદને પગલે અમદાવાદ શહેરના પાંચ અંડર પાસ અને બીઆરટીએસના કેટલાક રૂટ બંધ કરવામાં આવ્યા છે.
બાકરોલ, સરખેજ-જુહાપુરા રોડ, કાલુપુર, પ્રેમ દરવાજા વિસ્તારમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. 
ગોતા, ઓગણજ, રાણીપ, ઉસ્માનપુરા, ન્યુ રાણીપ, પાલડી, જમાલપુર, દુધેશ્વર, માધુપુરા, દિલ્હી દરવાજા, શાહીબાગ, અસારવા સહિતના વિસ્તારોમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે.
ચાંદખેડા, સાબરમતી, મોટેરા, સાયન્સ સીટી, બોપલ, ઘુમા, થલતેજ, મેમનગર, સરદારનગર, એરપોર્ટ, લાંભા, વટવા, ઇસનપુર, જશોદાનગર, ગોમતીપુર, રખિયાલ, વિરાટનગર, ઓઢવ, મનમોહન પાર્ક, એસપી રિંગ રોડ, વસ્ત્રાલ સહિતના અલગ અલગ વિસ્તારોમાં બે ઇંચ વરસાદ પડ્યો છે.