જૂનાગઢમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી : પોલીસના જવાનો - અધિકારીઓ અને પદાધિકારીઓ રન ફોર યુનિટીમાં સહભાગી થયા

જૂનાગઢમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી : પોલીસના જવાનો - અધિકારીઓ અને પદાધિકારીઓ રન ફોર યુનિટીમાં સહભાગી થયા

જૂનાગઢ તા.ર
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત જૂનાગઢમાં પણ આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સાથે જૂનાગઢ પોલીસે રાષ્ટ્રની એકતા માટે સમર્પણનો સંદેશ આપી સૌને રન ફોર યુનિટી કાર્યક્રમમાં સહભાગી થવા પ્રેરિત કર્યા હતા. જૂનાગઢમાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સૌ પોલીસ જવાનો અધિકારીઓ, એન.જી.ઓના પ્રતિનિધિઓ , પદાધિકારીઓએ રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત શપથ લીધા હતા. જૂનાગઢ જિલ્લાના પ્રભારી સચિવ દિલીપ રાણાએ રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા. ત્યારબાદ પોલીસ હેડ ક્વાર્ટર, તળાવ દરવાજા થઈ ઝાંસીની રાણીની પ્રતિમા સુધી રન ફોર યુનિટી યોજાઇ હતી.  પોલીસ વિભાગની આ રન ફોર યુનિટીમાં પ્રભારી સચિવ દિલીપ રાણા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, કલેકટર યોગેશ ચૌધરી, એસ.પી સુબોધ ઓડેદરા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, પ્રાંત અધિકારીઓ, ડીવાયએસપીઓ તેમજ મોટી સંખ્યામાં જિલ્લાના પોલીસ કર્મચારીઓ ઉપરાંત અન્ય વિભાગોના કર્મચારીઓ અને અગ્રણીઓ જોડાયા હતા.