ભેસાણ તાલુકાના સામતપુરા ગામ સ્થિત રિલાયન્સ રીસોર્ટમાં અંબાણી પરિવારના કાર્યક્રમમાં ફિલ્મ સ્ટારો, ક્રિકેટરોનું આગમન
(ડેસ્ક) જુનાગઢ, તા. ૧પ:
ગિરનારની પાછળ ભેસાણ તાલુકાના સામતપરા ગામ નજીક આવેલ અંબાણી પરિવારના રિસોર્ટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. અંબાણી પરિવાર આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા છેલ્લા બે દિવસથી ક્રિકેટર્સ, બોલીવુડના કલાકારો વગેરે મહેમાન બન્યા છે.
સામતપરા નજીક રિસોર્ટ ખાતે અંબાણી પરિવારના કાર્યક્રમમાં હાજરી આપવા ગુરુવારે ફિલ્મ સ્ટાર રણબીરસિંઘ, દીપિકા પદુકોણે, કરિશ્મા કપૂર સહિતના કલાકારો કેશોદ એરપોર્ટ પર ઉતરી હેલિકોપ્ટર મારફત રિસોર્ટ પર પહોંચ્યા હતા.
શુક્રવારે પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની, ડિઝાઇનર મનીષ મલ્હોત્રા સહિતના સેલીબ્રીટીઓ કેશોદ એરપોર્ટ થઈને હેલિકોપ્ટરમાં સામતપરા પાસે આવેલ અંબાણી પરિવારના રિસોર્ટ ખાતે પહોંચ્યા હતા.
અંબાણી પરિવારના રિસોર્ટ ખાતે આયોજિત કાર્યક્રમ અંગે ભારે ગુપ્તતા રાખવામાં આવી રહી છે.


