ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર યુવા મોરચા‌ દ્વારા નમો યુવા રન માટે ક્યુઆર કોડ અને ટીશર્ટ નું લોન્ચિંગ કરવામાં આવ્યું..

ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર યુવા મોરચા‌ દ્વારા નમો યુવા રન માટે ક્યુઆર કોડ અને ટીશર્ટ નું લોન્ચિંગ કરવામાં આવ્યું..

આદરણીય વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના 17 સપ્ટેમ્બરના રોજ 75મો જન્મદિવસ ઉજવાશે.  વડાપ્રધાનશ્રીના જન્મદિવસથી લઇ 2 ઓક્ટોબર એમ 15 દિવસ સુઘી સેવા પખવાડીયા અંતર્ગત વિવિધ સેવાકીય કાર્યોનુ આયોજન કરવામાં આવ્યું છે.  આ કાર્યક્રમ થકી ભારતીય જનતા પાર્ટી  યુવા મોરચા દ્વારા દેશભરમા નમો યુવા રન નું આયોજન કરવામાં આવી રહ્યુ છે. ગુજરાતમા પ્રદેશ પ્રમુખ તેમજ કેન્દ્રિય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલજીના નેતૃત્વમાં નમો યુવા રનનું આયોજન કરવામાં આવશે.
સમગ્ર દેશ ભરમાં 100  સ્થાન પર નમો યુવા રનનું આયોજન કરવામાં આવશે અને ગુજરાતમાં 10 સ્થાન જેમા 8 મહાનગર અને 2 જિલ્લામાં મિનિ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવશે.  નમો યુવા મેરેથોન દોડ નશા મુક્ત ભારત માટે, આત્મનિર્ભર ભારત અને વિકસીત ભારતના સંકલ્પ માટે યોજવામા આવી છે ત્યારે યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, ગુજરાત પ્રદેશ યુવા મોરચા‌ ઉપાધ્યક્ષ અને જુનાગઢ મહાનગર યુવા મોરચા‌ નાં પ્રભારી હાર્દિક સિંહ ડોડીયાની સુચના તથા ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર નાં અધ્યક્ષ ગૌરવભાઇ રૂપારેલિયા નાં માર્ગદર્શન હેઠળ જુનાગઢ મહાનગર ખાતે પણ “નમો યુવા રન" યોજાશે
આજરોજ ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર યુવા મોરચા‌ નાં અધ્યક્ષ વિનસભાઇ હદવાણી યુવા મોરચા‌ નાં મહામંત્રી અને નમો યુવા રન નાં ઇન્ચાર્જ અભય રીબડીયા સહ ઇન્ચાર્જ નિતીનભાઇ સુખવાણી તથા હેમાંગભાઈ શાહે  માહીતી આપતાં જણાવ્યું હતું કે આગામી તારીખ ૨૧/૦૯/૨૦૨૫ નાં રોજ સવારે ૫:૪૫ કલાકે બહાઉદ્દીન કોલેજ નાં ગ્રાઉન્ડ થી મેરોથોન ને લીલી ઝંડી આપવામાં આવશે અને બહાઉદ્દીન કોલેજ થી મોતીબાગ, ઝાંસીની રાણી નાં સ્ટેચ્યુ થી પરત મોતીબાગ થઈ ને બહાઉદ્દીન કોલેજ ખાતે પુર્ણ થશે..
આ મેરેથોન માં બહોળી સંખ્યામાં યુવાનો વડીલો બહેનો જોડાવાના હોય વ્યવસ્થાનાં ભાગરૂપે આજરોજ રજીસ્ટ્રેશન માટે એક ક્યુઆર કોડ તથા દોડ માં ભાગ લેનાર દરેક લોકો માટે ટીશર્ટ નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું તો જે લોકો આ મેરેથોન માં જોડાવા માંગતા હોય તેઓએ વહેલીતકે ક્યુઆર કોડ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવા માટે અપીલ કરવામાં આવી છે તેમ મિડિયા વિભાગ નાં સંજય પંડ્યા ની યાદી જણાવે છે.....