ગોડાઉન પરથી અનાજ ન મળતા વ્યાજબી ભાવના દુકાનદારોની મુશ્કેલી અંગે આવેદનપત્ર અપાયું

નવેમ્બર માસના અનાજ અને કઠોળના માલની ડીલીવરીમાં થઈ રહેલા વિલંબ અંગે ફરીયાદ કરી

ગોડાઉન પરથી અનાજ ન મળતા વ્યાજબી ભાવના દુકાનદારોની મુશ્કેલી અંગે આવેદનપત્ર અપાયું

જૂનાગઢ તા. ૧ર
જીલ્લાના વ્યાજબી ભાવના દુકાનદારોના એસોસીએશને 11 નવેમ્બરના રોજ જીલ્લા પુરવઠા અધિકારીને પત્ર લખીને નવેમ્બર માસના અનાજ અને કઠોળના માલની ડીલીવરીમાં થઈ રહેલા વિલંબ અંગે ફરીયાદ કરી છે. એસો.ના જણાવ્યા મુજબ સરકારે 1 નવેમ્બરથી વિતરણ શરૂ કરવાની જાહેરાત કરી હોવા છતાં તા. 11 નવેમ્બર સુધી જૂનાગઢ જીલ્લાનાં તમામ ગોડાઉન પરથી કોઈપણ જાતના અનાજ કે કઠોળની ડીલીવરી શરૂ કરવામાં આવી નથી. વારંવારની રજુઆતો છતાં નિગમ મામલતદાર તરફથી કોઈ સ્પષ્ટ નિરાકરણ ન આવતા, દુકાનદારો વિતરણ કેવી રીતે પૂર્ણ કરશે તેવી ચિંતા વ્યકત કરી છે. વધુમાં પુરવઠા નિગમના ગોડાઉનમાં તુવેરદાળનો હાજર જથ્થો ન હોવા અંગે પણ રજુઆત કરવામાં આવી છે. તેમજ વિતરણની તારીખ લંબાવવા એસો.એ માંગ કરી હતી. જેથી કોઈ લાભાર્થી બાકી ન રહે. અને બંને પ્રશ્નોનું તાત્કાલીક નિવારણ લાવવામાં આવે તેમ નિગમ મામલતદાર, ગોડાઉન મેનેજરને જણાવ્યું હતું.