અમદાવાદની ટ્રાવેલ કંપનીએ જૂનાગઢનાં ધારાસભ્ય સાથે રૂા. ૭.૧પ લાખની છેતરપીંડી કરી : ફરીયાદ

અમદાવાદની ટ્રાવેલ કંપનીએ જૂનાગઢનાં ધારાસભ્ય સાથે રૂા. ૭.૧પ લાખની છેતરપીંડી કરી : ફરીયાદ

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.ર૬
જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા સાથે અમદાવાદની ટ્રાવેલ કંપનીએ રૂા.૭.૧પ લાખ રૂપિયાની છેતરપીંડી કર્યાની ફરીયાદ બી ડીવીઝન પોલીસ મથકે નોંધાઈ છે. 
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર બી ડીવીઝન પોલીસ મથકે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાના પીએ હર્ષભાઈ લાલજીભાઈ ગોઠીએ ફરીયાદી બની આરોપી તરીકે સ્પાર્કલ હોલીડેસ પ્રાઈવેટ લીમીટેડ, ૭૦૪ સેન્ટોરીની સ્કવેર સટા બજારની સામે, સેટેલાઈટ અમદાવાદના ભાગીદારો તથા કામ કરતા કર્મચારીઓ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધવી છે કે, આરોપી સ્પાર્કલ હોલીડેસ પ્રાઈવેટ લીમીટેડના ભાગીદરો તથા કામ કરતા કર્મચારીઓ મો.નં.૮૩૪૭૫૭૮૯૭૨ની ટ્રાવેલ કંપનીમાં સંજયભાઈ ઉર્ફે સુરેશભાઈ કોરડીયાએ પોતાના પરિવાર સાથે જાેર્જીયા દેશમાં જવા સારૂ રૂા.૭,૧પ,૮૦૦નુ બુકીંગ કરાવેલ હોય અને ઈરાનના યુધ્ધના કારણે ફલાઈટ રદ થતા પ્રવાસ જઈ શકેલ ન હોય અને આ ટ્રાવેલ કંપની દ્વારા બુકીંગના રૂપિયા આજ દિન સુધી રીફન્ડ નહી આપી તેમની સાથે છેતરપીંડી કર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.