જૂનાગઢને વધુ એક લાંબા અંતરની ટ્રેન મળી : પ્રયાગરાજ વેરાવળ સાપ્તાહિક ટ્રેનનું આવતીકાલે મધુર સોશ્યલ ગ્રુપ સ્વાગત કરશે
સોમનાથ થી પ્રયાગરાજ વાયા અજમેર થઈને ચાલનારી આ વિશેષ ટ્રેન હિન્દુ- મુસ્લિમ યાત્રાળુઓ માટે આશીર્વાદરૂપ સાબીત થશે
જૂનાગઢ, તા.૬
વિશ્વપ્રસિદ્ધ તીર્થ યાત્રાધામ સોમનાથ અને ઐતિહાસિક પર્યટન સ્થળ જૂનાગઢને લાંબા અંતરની વધુ એક ટ્રેનની સુવિધા પ્રાપ્ત થવા જઈ રહી છે. સોમનાથ થી પ્રયાગરાજ વાયા અજમેર થઈને ચાલનારી સોમનાથ પ્રયાગરાજ સ્પેશીયલ ટ્રેનનું આવતીકાલ શુક્રવારે ૭ ઓગસ્ટના રોજ બપોરે જુનાગઢ રેલવે સ્ટેશનમાં મધુર સોશ્યલ ગ્રુપના પ્રમુખ સલીમભાઈ ગુજરાતીની આગેવાની હેઠળ આ ટ્રેનનું સ્વાગત કરવામાં આવશે.
ઉત્તર મધ્ય રેલવે દ્વારા પ્રયાગરાજ અને સોમનાથ-દ્વારકા વિસ્તાર વચ્ચે યાત્રીઓની સુવિધા માટે નવી લાંબા અંતરની સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન (૦૪૧૭૩/૦૪૧૭૪ PRYJ-VRL-PRYJ) શરૂ કરવામાં આવી છે. આ નવી ટ્રેન જ્યારે પ્રથમ વખત જૂનાગઢ રેલવે સ્ટેશને આવી પહોંચશે, ત્યારે ‘મધુર સોશ્યલ ગ્રુપ‘ ના પ્રમુખ સલીમભાઈ ગુજરાતી તથા અગ્રણીઓ દ્વારા ઉત્સાહભેર ભવ્ય સ્વાગત કરવામાં આવશે આ સ્પેશિયલ ટ્રેન બંને દિશામાં મહત્વના સ્ટેશનો પર થઈને પસાર થશે: ટ્રેન નં. ૦૪૧૭૩ (પ્રયાગરાજથી વેરાવળ): આ ટ્રેન પ્રયાગરાજ જંક્શનથી ગુરુવારે સવારે ૧૦:૧૦ વાગ્યે ઉપડશે રસ્તામાં ફતેહપુર (૧૧:૨૮/૧૧:૩૦), ગોવિંદપુરી, ઇટાવા, ટુડલા, આગરા, ભરતપુર, બંડીકુઈ, જયપુર (રાત્રે ૨૩:૦૫/૨૩:૧૫), અજમેર, મારવાડ, આબુ રોડ, પાલનપુર, મહેસાણા, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ (બપોરે ૧૩:૦૬/૧૩:૧૬), ભક્તિનગર અને નાવગઢ થઈને શુક્રવારે બપોરે ૧૫:૫૫ વાગ્યે જૂનાગઢ પહોંચશે અને સાંજે ૧૮:૧૫ વાગ્યે વેરાવળ પહોંચશે. આ મુસાફરીનો કુલ સમય ૩૨ કલાક ૦૫ મિનિટનો છે. ટ્રેન નં. ૦૪૧૭૪ (વેરાવળથી પ્રયાગરાજ): પરત ફરતી વખતે આ ટ્રેન વેરાવળથી શુક્રવારે રાત્રે ૨૨:૦૦ વાગ્યે ઉપડશે.


