જૂનાગઢમાં બહેનના ફોટા ફેસબુકમાં મુકવાની ના પાડતા મારમાર્યો - બે સામે ફરીયાદ
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.રર
જૂનાગઢના ગિરનાર દરવાજા વિસ્તારમાં રહેતા યુવાને બહેનના ફોટા ફેસબુકમાં મુકવાની ના પાડતા જેતપુરના બે શખ્સોએ મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ એ ડીવીઝન પોલીસ મથકે નોંધાઈ છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર એ ડીવીઝન પોલીસ મથકે કિર્તીભાઈ પ્રવીણભાઈ મકવાણાએ જયેશ ડાયાભાઈ રાઠોડ અને મનસુખ ઉર્ફે ગુડો ગોવીંદ સોલંકી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીની બહેનના લગ્ન આરોપી જયેશ રાઠોડ સાથે થયેલ હોય અને છુટા છેડા થઈ ગયેલ હોય તેમ છતા આરોપી ફરીયાદીની બહેનના ફોટા ફેસબુકના આઈડીમાં મુકતો હોય જેથી ફરીયાદીએ તેને ફોટા મુકવાની ના પાડતા આરોપીઓએ ફરીયાદીના ઘરે ઈકો ગાડી લઈને આવી ફરીયાદીને ઘરની બહાર બોલાવી લોખંડના પાઈપ છરી વડે ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


