નવી દિલ્હીના કાલકાજી મંદિર પાસે ૧૭ વર્ષની સગીરા પર સામુહિક બળાત્કારની ઘટનામાં એક આરોપીની ધરપકડ
નવી દિલ્હી તા.૨૨
દિલ્હીના કાલકાજી મંદિર પાસે આવેલા આસ્થા કુંજ પાર્કમાં ૧૭ વર્ષની સગીરા સાથે સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો છે. ઘટના સોમવાર સાંજની છે. પોલીસે આજે સવારે દક્ષિણ-પૂર્વ દિલ્હીમાં એન્કાઉન્ટર બાદ એક આરોપી આસિફની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ દરમિયાન આરોપીએ ત્રણ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. એક ગોળી હેડ કોન્સ્ટેબલની બુલેટપ્રૂફ જૅકેટ પર વાગી હતી. જવાબમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી હતી. ઘાયલ આરોપીને AIIMS ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો છે. અન્ય બે આરોપીઓની શોધખોળ ચાલુ છે.


