વ્હાઈટ હાઉસે ટ્રમ્પ ટીવી લોન્ચ કર્યું : અમેરીકાની સીએનએન સહિતની ટીવી ચેનલો સામે ટ્રમ્પે યુધ્ધ શરૂ કર્યું
ટીવી ચેનલો માટે વ્હાઈટ હાઉસમાં પ્રતિબંધ મુકી દેવાને પગલે અમેરીકાની તમામ ટીવી ચેનલોએ ટ્રમ્પના કવરેજને બ્લેકઆઉટ કરવાની જાહેરાત કરી
(એજન્સી) વોશિંગ્ટન તા.રર :
અમેરિકામાં ન્યાયતંત્રથી મીડીયા સાથે સતત ટકકર માટે જાણીતા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે સીએનએન એમએસનાવ અને પોલીટીકો ન્યુઝ ચેનલોને વ્હાઈટ હાઉસમાં કવરેજ પર પ્રતિબંધ મુકી દીધા બાદ અમેરિકાની મોખરાની તમામ ટીવી ચેનલ નેટવર્ક ટ્રમ્પના કવરેજને બ્લેક આઉટ કરવાની જાહેરાત કરી છે.
તેમાં આગામી દિવસોમાં ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગની અમેરિકી મુલાકાત તથા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પ્રમુખ ટ્રમ્પના સંબોધન સહિતના મહત્વના ઈવેન્ટ કવર કરવા માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી છે તો હવે વ્હાઈટ હાઉસે આ ચેનલોને જવાબ આપવા ‘ટ્રમ્પ-ટીવી‘ ૨૪/૭ ડીજીટલ વિડીયો ટ્રીમીંગ સ્ટેશન લોન્ચ કર્યુ છે જે સતત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તમામ મહત્વના ઈવેન્ટનું પ્રસારણ કરશે.
અગાઉ હાલના એકસ તથા અગાઉના ટવીટર સહિતના સોશ્યલ મીડીયા એ ટ્રમ્પને બ્લેકઆઉટ કર્યા તો ટ્રમ્પે તેમનું પોતાનું ટ્રુથ સોશ્યલ હેન્ડલ બનાવીને તેઓની તમામ સતાવાર જાહેરાતો આ હેન્ડલ પરથી જ અપાય છે અને તેથી અન્ય સોશ્યલ મીડીયાને ટ્રમ્પ પરનો પ્રતિબંધ દુર કરવાની ફરજ પડી છે.


