વડાપ્રધાન મોદીએ વારાણસીથી ૪ વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી

વડાપ્રધાન મોદીએ વારાણસીથી ૪ વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી

(એજન્સી)          વારાણસી તા.૪
વડાપ્રધાન મોદીએ વારાણસીથી ચાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી હતી. તેમણે કહ્યું, “હવે વિદેશી પ્રવાસીઓ પણ વંદે ભારત જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. વંદે ભારત એ ભારતીયોની, 
ભારતીયો દ્વારા અને ભારતીયો માટે બનાવેલી ટ્રેન છે. શું આપણે આ પહેલાં કરી શક્યા હોત? આ બધું વિદેશમાં કરવામાં આવતું હતું. હવે આપણે એ કરી રહ્યા છીએ; એ અહીં બનાવવામાં આવી રહી છે."
પીએમ દ્વારા ઉદ્ઘાટન કરાયેલી ટ્રેનો વારાણસી અને ખજૂરાહો, ફિરોઝપુર અને દિલ્હી, એર્નાકુલમ તથા બેંગલુરુ, લખનઉ અને સહારનપુર વચ્ચે દોડશે. વારાણસીને આ આઠમી વંદે ભારત ટ્રેન મળી છે. ઁસ્ મોદીએ કહ્યું, હવે વિદેશી પ્રવાસીઓ પણ વંદે ભારતને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે.