જૂનાગઢના રાયજી બાગ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે વિશાળ હિન્દુ સંમેલન યોજાયું
જૂનાગઢ, તા.૧૪
જૂનાગઢના રાયજી બાગમાં હિંદુ સંમેલન સમિતિ દ્વારા વિશાળ હિન્દુ સંમેલન તારીખ ૧૨/૪/૨૦૨૬ને રવિવારના રોજ રાત્રે ૯ થી ૧૧ સુધી શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, રાયજી નગર-૨, જૂનાગઢ ખાતે યોજાયેલ. હિન્દુ ધર્મ ભારતીય મહાદ્વીપમાંથી ઉદભવેલો ધર્મ છે. આ ધર્મના અનુયાયીઓ તેને સનાતન ધર્મ તરીકે પણ ઓળખે છે, હિન્દુ ધર્મ અર્વાચીન યુગમાં પળાતા ધર્મોમાં સૌથી પ્રાચીન ધર્મ છે અને તેના મૂળ વૈદિક સંસ્કૃતિમાં રહેલ છે, હિન્દુ સંમેલન એ હિંદુઓનું ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક કે સંગઠનાત્મક હેતુ માટેનું સંગઠિત મિલન છે જેનો હેતુ ધર્મની સેવા, રક્ષણ, સંસ્કાર કે સમુદાયની પ્રગતિ હોઈ શકે છે.
આ કાર્યક્રમ ગાયત્રી મંદિર, જૂનાગઢના સંચાલક નાગભાઈ વાળાના પ્રમુખસ્થાને યોજાયેલ. જેમાં મોટી મેદની ની ઉપસ્થિતિ વચ્ચે પરમ પૂજ્ય આચાર્ય વ્રજેન્દ્રકુમારજી મહોદય (રવિ બાવાશ્રી) દાનીરાયજી આચાર્ય ગૃહ, જૂનાગઢ એ વચનામૃતમાં જણાવ્યું હતું કે, મારી જનની જન્મભૂમિ જૂનાગઢ નગરીમાં હું એક નાગરિક બનીને આપની વચ્ચે ઉપસ્થિત રહ્યો છું, આપણું ભવિષ્ય યુવાનો છે તેમની હાજરી આવાં સંમેલનમાં વિશેષ હોવી જાેઈએ, આપણામાં હજુ સુસુપ્તા રહેલી છે. વૈદિક સનાતન પરંપરા સંસ્કૃતિમાં અનેકો અનેક સભ્યતા રહી છે. રાષ્ટ્રની એક સભ્યતા હોવી જાેઈએ, પરિવારની ભાવના વિશાળ હોવી જાેઈએ, આપણી દેવભાષા સંસ્કૃત છે તેને જાગૃત કરવાની જરૂર છે, ધરોહર, વિચાર, વાણી, વ્યવહાર, સંપત્તિ એ આપણી સંસ્કૃતિ છે, પ્રત્યેક નાગરિક મારો પરિવાર છે તેવી સંવેદના હોવી જાેઈએ. સેવાભાવીઓનુ સન્માન કરવું એ આપણી સંસ્કૃતિ છે, જન્મ દિવસની ઉજવણી મીણબત્તી બુજાવીને નહીં પણ દીવો પ્રગટાવીને ભારતી પરંપરા મુજબ ઉજવવી જાેઈએ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કે જેમાં લેવા માટે નહિ પરંતુ કંઈક આપવા માટેની ઉદારતા હોય તો જ સંઘમાં જાેડાવું જાેઈએ, કારણકે આમાં પ્રકૃતિ પ્રેમ, માનવ પ્રેમ, રાષ્ટ્ર પ્રેમ, ભક્તિ અને ઉચ્ચ વિચારધારા સમાયેલ છે,. દેશના સૈનિક વીરોની ઝીદાદીલી યાદ કરી રાષ્ટ્ર ભાવના અંગે તથા વ્યસનો અંગે પણ જાગૃત થવાની શીખ આપી હતી. ત્યારબાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય સંપર્ક ટોળીના સદસ્યશ્રી જીતુભાઈ ભીંડી એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાથી લઈને આજ સુધીની દેશ વિદેશમાં કેટલી શાખાઓ ચાલે છે તેની વિગતે જાણકારી આપી હતી અને સને ૧૯૨૫ની પરીસ્થીતી સાથે આજની પરિસ્થિતિની સમિક્ષા કરી દેશના વિકાસ અંગેની ઝાંખી કરાવી હતી. ત્યારબાદ જાણીતા લોકસાહિત્યકાર લાખણસીભાઈ ગઢવી એ તેમની માર્મિક ભાષામાં હાસ્ય સાથે સમરસતા નું મહત્વ અને ભાઈઓ, બહેનો તથા ખાસ કરીને યુવા દિકરીઓને જણાવ્યું કે ઝાંઝવાના જળથી આકર્ષિત થઈને ગેરમાર્ગે ન દોરાવા શીખ આપી હતી.

કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી, આ કાર્યક્રમમાં રાયજી નગરમાં વસતા સેવાભાવીઓ સર્વ હિતેશભાઈ મશરૂ, વિજયભાઈ ધનેશા, નટુભાઇ ગજ્જર, નરસિંહભાઈ ખેર,ર્મહેન્દ્રભાઈ રાવલ, લક્ષ્મીનારાયણ મંદિર મહિલા સત્સંગ મંડળના સવિતાબેન ચાવડા, ઈલાબેન ડોડીયા, હુલાશ્બા પરમાર, વંદનાબેન લાખાણી, સાવિત્રીબેન ટાંક, સોનલબેન કાનાબાર, નીતાબેન જાેશી. કુસુમબેન બજાણીયા, જયશ્રીબેન ચૌહાણ, ઈન્દુબેન અમૃતીયા, ભારતીબેન રામ, હાર્દિકભાઈ પુરોહિત, હેમાશુભાઈ કારીયા, વિગેરેના ફુલહાર, ખેસ, ભારત માતાની છબી આપી સન્માન કરવામાં આવેલ. આ સંમેલનમાં યોગીભાઈ પઢીયાર, ડૉ.અતુલભાઈ ઢેસીયા, રોટરી ક્લબના શાહભાઈ, બહાઉદ્દીન સાયન્સ કોલેજના પ્રિન્સીપાલ ભટ્ટ, સુભાષ મહિલા કોલેજના પ્રિન્સીપાલ બલરામ ચાવડા, ડો.ભાવિન ટાંક, ડો.પાનસુરીયા તથા આ વિસ્તારના દરેક એપાર્ટમેન્ટ ના પ્રમુખો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ તથા કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી મહેશભાઈ વાળા એ કર્યુ હતું.
આ કાર્યક્રમના અંતે વંદે માતરમ ગાન થયું. સૌએ સમુહમાં અલ્પાહાર કરી છુટા પડ્યા હતાં. હિન્દુ સંમેલનનો કાર્યક્રમ હિન્દુ સંમેલન સમિતિના સંયોજક જય કિશનભાઇ દેવાણીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અતુલભાઈ કોટડીયા, ભરતભાઈ મકવાણા, રમેશભાઈ સિધવા, મનોજભાઈ ગૌદાણા, સુરેશ ર્નિમંળ, પ્રવિણભાઈ ઠકરાર, હેમેન ઓડેદરા , કિશનભાઇ, હાર્દિકભાઈ, સાંકેતભાઈ કારેથા, ભાર્ગવભાઈ દવે, કાંતીભાઈ ઠક્કર, નરેન્દ્રભાઈ દવે, ગોરધનભાઈ ટાંક, ભરતભાઈ ઠાકર, હિતેશભાઈ દવે, જીતુભાઈ ટાંક વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.


