ભારતીય ડાક વિભાગ તરફથી મળવાપાત્ર વીમા રકમ માત્ર ૭૨ કલાકની અંદર તાત્કાલિક ચુકવવામાં આવી
જૂનાગઢ,તા.૨૫
તાજેતરમાં ઓઝત નદીમાં ડૂબતાં બે લોકોને બચાવતા ભારતીય આર્મીના જવાન ભરતભાઈ ભેટરિયા શહિદ થયા હતા. ભારતીય ડાક વિભાગ તરફથી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. શહીદ સ્વ. ભરતભાઈ ભેટરિયા પીએલઆઈ (Postal Life Insurance) ના વીમાધારક હોવાથી, તેમના વરસદારોને મળવાપાત્ર વીમા રકમ માત્ર ૭૨ કલાકની અંદર તાત્કાલિક ચુકવવામાં આવી છે. આસિસ્ટન્ટ સુપ્રિન્ટેંડેન્ટ શ્રી સંદીપસિંહ ચુડાસમા અને શ્રી હાર્દિકભાઇ ઠકરાર દ્વારા પરિવારજનોને વ્યક્તિગત રીતે ચેક સુપરત કરવામાં આવ્યો હતો. ભારતીય ડાક વિભાગ જનસેવા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા અનુસાર આવી ત્વરિત અને સંવેદનશીલ કામગીરી કરવા સદૈવ પ્રયત્નશીલ રહે છે. તેમ અધિક્ષકશ્રી ડાકઘર, જૂનાગઢ વિભાગ ની એક અખબારી યાદીમાં જણાવાયું છે.


