વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળના સિદ્ધનાથ પ્રખંડ દ્વારા જાવિયા સ્કૂલ ખાતે નશા મુક્ત યુવા ફોર વિકસીત ભારત કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધી દ્વારા)
જૂનાગઢ તા.રર
જૂનાગઢમાં આવેલ જાવિયા સ્કુલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ -બજરંગદળ દ્વારા સેવા સપ્તાહ અંતર્ગત ‘‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત’’ અંતર્ગત નશા મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જાવિયા સ્કૂલના ટ્રસ્ટી જાવિયા, ભવનાથ પોલીસ સ્ટેશન પીઆઈ મિતુલ પટેલ તેમજ જયેશ ભાઈ બોઘરા બાંધકામ સમિતિના ચેરમેન અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ જૂનાગઢ વિભાગના સહમંત્રી સંદીપભાઈ પેથાણી, બજરંગદળ જૂનાગઢ વિભાગના સંયોજક વિપુલભાઈ આહીર, બજરંગદળ જૂનાગઢ મહાનગરના સંયોજક હિતેષભાઇ મેર, તેમજ સિદ્ધનાથ પ્રખંડના સંયોજક રાજુભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સંદીપભાઈ પેથાણી, પીઆઈ મિતુલ પટેલ, વિપુલ આહીર, જાવીયા સ્કુલના ટ્રસ્ટી જાવીયાએ નશામુક્તિ અંગે પ્રેરક ઉદબોધન કર્યુ હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા દિવ્યેશભાઈ ડોડીયા, જુગલભાઈ વૈષ્ણવ તેમજ અશોકભાઈ ઝીંઝુવાડીયા, જયભાઈ ગેડીયા, યાજ્ઞીકભાઈ પરમાર, સૌમ્ય પાણખાણીયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.


