બહાઉદ્દીન વિનયન કોલેજ ખાતે ભવ્ય ર્વાષિકોત્સવ, પુરસ્કાર વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી

બહાઉદ્દીન વિનયન કોલેજ ખાતે ભવ્ય ર્વાષિકોત્સવ, પુરસ્કાર વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧૭
જૂનાગઢની ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા બહાઉદ્દીન વિનયન કોલેજ ખાતે તા.૧૪-૩-૨૦૨૬ના રોજ ર્વાષિકોત્સવ, પુરસ્કાર વિતરણ સમારોહ તથા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું અત્યંત ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. 
કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદના દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ડો. એમ.પી. ત્રાડા, આચાર્ય જે. જે. સી. એજ્યુકેશન સંચાલિત કોમર્સ કોલેજ, જૂનાગઢ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અતિથિ વિશેષ તરીકે મનીષભાઈ જીલડીયા, જિલ્લા રમત-ગમત અધિકારી, જૂનાગઢ તથા ધૈર્યભાઈ જોષી, જનરલ મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જૂનાગઢએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. આ કાર્યક્રમમાં જૂનાગઢની વિવિધ કોલેજના આચાર્યઓ પણ હાજર રહ્યા હતા. કોલેજના આચાર્ય ડો. જે. આર. વાંઝાએ તમામ મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરી કોલેજની ર્વાષિક પ્રગતિનો અહેવાલ રજૂ કર્યો હતો. ત્યાર બાદ કોલેજની ર્વાષિક પત્રિકા “ગિરિર્નિઝર”નું મહેમાનઓના હસ્તે વિમોચન કરવામા આવ્યું હતું. વર્ષ દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ ગુણાંક મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ રમત-ગમત, NSS, NCC અને અન્ય સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં વિજેતા બનનાર તેજસ્વી તારલાઓને મહાનુભાવોના હસ્તે પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઇનામ વિતરણ બાદ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં ગીતો, પ્રાચીન અને અર્વાચીન નૃત્યો તેમજ સામાજિક વિષયો પર આધારિત નાટકોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમના કોડિર્નેટર તરીકેની જવાબદારી ડો. આલોક સી. વાઘેલાએ ખૂબ જ નિષ્ઠાપૂર્વક નિભાવી હતી. આ ભવ્ય સમારોહ આચાર્ય ડો. જે. આર. વાંઝાના કુશળ માર્ગદર્શન હેઠળ અને કોલેજના સમગ્ર શૈક્ષણિક તથા બિન-શૈક્ષણિક સ્ટાફના સક્રિય સહકારથી ખૂબ જ સફળ રહ્યો હતો. કાર્યક્રમના અંતે કોલેજ પરિવાર વતી આભાર વિધિ કરવામાં આવી હતી અને સમૂહમાં રાષ્ટ્રગાન સાથે આ યાદગાર દિવસની પૂર્ણાહુતિ થઈ હતી.