જૂનાગઢ જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીના અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવના સુચારુ આયોજન સંદર્ભે બેઠક યોજાઈ

જૂનાગઢ જિલ્લામાં આગામી તા.23, 24 અને 25 જૂન ના રોજ ગ્રામ્ય  તથા શહેરી વિસ્તાર માં શાળા પ્રવેશોત્સવ યોજાશે જૂનાગઢ જિલ્લામાં કુલ 60,756 છાત્રોને પ્રવેશ  અપાશે

જૂનાગઢ જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીના અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવના સુચારુ આયોજન સંદર્ભે બેઠક યોજાઈ

જૂનાગઢ તા.17
સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં આગામી તા.23, 24 અને 25 જૂન 2026 દરમિયાન ગ્રામ્ય વિસ્તાર થતા શહેરી વિસ્તારનો શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્રમ યોજાનાર છે. શાળા પ્રવેશોત્સવના સુચારુ આયોજન સંદર્ભે આજ રોજ જૂનાગઢ જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.
કલેકટર યોગેશ ચૌધરીએ બેઠકમાં અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવમાં ઉત્સાહથી સહભાગી બનવા અને બાળકોના ઉત્સાહ વર્ધન કરવા જણાવ્યંર હતું. તેમણે શાળા પ્રવેશોત્સવ દરમિયાન જરૂરી આનુસંગિક વ્યવસ્થાઓ  અંગે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.તેમજ પ્રવેશપાત્ર એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેની ખાસ કાળજી રાખવા પણ જણાવ્યું હતું.
જૂનાગઢ જિલ્લામાં બાલવાટિકામાં 8699, ધોરણ 1માં 15221, ધોરણ 9માં 20692, ધોરણ 12માં 16144 એમ કુલ 60,756  વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે.
આ બેઠકમાં જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ લીનાબેન કાવાણી, જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારી જયંતસિંઘ રાઠોડ, જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાય, નાયબ જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ વાણવી સહિતના અધિકારીઓ, શિક્ષણ સમિતિના હોદ્દેદારો  ઉપસ્થિત રહ્યા હતા.