જૂનાગઢ સ્થિત વેટરનરી કોલેજમાં ‘શહીદ દિવસ’ની ભાવભીની ઉજવણી

જૂનાગઢ સ્થિત વેટરનરી કોલેજમાં ‘શહીદ દિવસ’ની ભાવભીની ઉજવણી

જૂનાગઢ, તા. ૨૪
કામધેનુ યુનિવસિર્ટી, જૂનાગઢ સ્થિત વેટરનરી કોલેજની એન.એસ.એસ. એકમ દ્વારા ૨૩ માર્ચના શહીદ દિવસની ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દેશના અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત કોલેજના સ્ટાફ સભ્યો અને વિદ્યાર્થીઓ દ્વારા શહીદોના ફોટા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. સમગ્ર વાતાવરણ દેશભક્તિની ભાવનાથી ઓતપ્રોત બન્યું હતું.
કાર્યક્રમ દરમ્યાન એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓએ શહીદોના સ્વતંત્રતા સંગ્રામમાં રહેલા મહત્વપૂર્ણ યોગદાન અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. વિદ્યાર્થી મીત જાલા, મિલન જોગલ અને નિમિશા કુવાડિયા ભાસણમાં જણાવ્યું હતું કે શહીદોના બલિદાનના કારણે જ આજે આપણે સ્વતંત્રતા અને લોકશાહીનો આનંદ માણી રહ્યા છીએ. કાર્યક્રમ દરમ્યાન એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓએ સ્વતંત્રતા સંગ્રામમાં શહીદોના યોગદાન અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ખાસ કરીને સ્વતંત્રતા સેનાની ભગતસિંહના જીવન અને બલિદાન અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ભગતસિંહે દેશની આઝાદી માટે અદમ્ય સાહસ, દેશપ્રેમ અને ત્યાગનું અનોખું ઉદાહરણ પૂરૂ પાડ્યું હતું, જે આજના યુવાનો માટે પ્રેરણારૂપ છે.તેમણે દેશપ્રેમ, રાષ્ટ્રસેવા અને એકતા માટે શહીદોના આદર્શોને જીવનમાં ઉતારવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો.તેમણે ઉલ્લેખ કર્યો કે આજના સમયમાં યુવાનો દેશના વિકાસના મુખ્ય સ્તંભ છે અને તેઓએ શહીદોના આદર્શોને અનુસરીને સચ્ચાઈ, સમર્પણ અને રાષ્ટ્રસેવાના માર્ગે આગળ વધવું જોઈએ. ટેકનોલોજી અને આધુનિકતાના યુગમાં જીવતા યુવાનો માટે સ્વતંત્રતાનો સાચો અર્થ સમજવો અને તેનું સંરક્ષણ કરવું અત્યંત જરૂરી છે.આ પ્રસંગે કોલેજના પ્રોફેસરો અને એન.એસ.એસ. કાર્યક્રમ અધિકારીઓએ પણ વિદ્યાર્થીઓને દેશપ્રેમ અને સમાજસેવામાં સક્રિય ભાગ લેવા માટે પ્રેરિત કર્યા હતા.