જુનાગઢમાં પ્રથમ વખત રોબોટિક જાેઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીની સુવિધાનો પ્રારંભ
આયુષ હોસ્પિટલ ખાતે અદ્યતન રોબોટનું ભવ્ય અનાવરણ
જૂનાગઢ તા.10
તાજેતરમાં ગત તા. ૦૫ જુલાઈ, ૨૦૨૬ (રવિવાર) ના રોજ આયુષ હોસ્પિટલ, જુનાગઢ ખાતે ગોઠણના સાંધા બદલવાની (Robotic Knee Joint Replacement) અદ્યતન સારવારને વધુ સુલભ બનાવવા માટે રોબોટિક સર્જરી સિસ્ટમનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ વખત રોબોટિક જાેઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીની સુવિધા ઉપલબ્ધ બની છે.
કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે શ્રી ચંદુભાઈ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ, ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રોબોટનું અનાવરણ કરી આ અત્યાધુનિક સેવા માટે આયુષ હોસ્પિટલને શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં જુનાગઢ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આશરે ૨૫૦થી વધુ દર્દીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આયુષ હોસ્પિટલ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સના ડિરેક્ટર તથા ઓર્થોપેડિક સર્જન ડૉ. રાજદીપસિંહ ચૌહાણ અને ઓર્થોપેડિક સર્જન ડૉ. રાકેશ જાેગરાજિયા દ્વારા દર્દીઓને રોબોટિક જાેઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી વિશે વિસ્તૃત માર્ગદર્શન દર્શન આપવામાં આવ્યું હતું. તેમણે રોબોટિક સર્જરીના ફાયદાઓ, વધુ ચોકસાઈ, ઓછો દુ:ખાવો, ઝડપી રિકવરી અને દર્દીઓને મળતા લાંબા ગાળાના લાભો વિશે સરળ ભાષામાં સમજાવ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન મોટી સંખ્યામાં એવા દર્દીઓ હાજર રહ્યા હતા જેમને અત્યાર સુધી રોબોટિક જાેઈન્ટ રિપ્લેસમેન્ટ વિશે પૂરતી માહિતી નહોતી. માર્ગદર્શન બાદ અનેક દર્દીઓએ રોબોટિક સર્જરી પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો અને ભવિષ્યમાં આ આધુનિક પદ્ધતિથી સારવાર કરાવવાની ઇચ્છા દર્શાવી હતી.
આયુષ હોસ્પિટલ, જુનાગઢના ડિરેક્ટર ડૉ. ચિરાગ માકડિયાએ જણાવ્યું હતું કે, "આયુષ હોસ્પિટલનો હંમેશાથી પ્રયાસ રહ્યો છે કે જુનાગઢ, ગીર સોમનાથ તથા સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓને તેમના જ શહેરમાં આધુનિક અને વિશ્વસ્તરીય સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે. રોબોટિક જાેઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી જેવી અદ્યતન સુવિધા શરૂ થવાથી હવે દર્દીઓને સારવાર માટે અમદાવાદ, મુંબઈ અથવા અન્ય મોટા શહેરોમાં જવાની જરૂર રહેશે નહીં. દર્દીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ડૉ. રાજદીપસિંહ ચૌહાણ હવે દર મહિનાના પ્રથમ અને ત્રીજા મંગળવારે આયુષ હોસ્પિટલ, જુનાગઢ ખાતે નિયમિત ઓપીડી કરશે, જેથી દર્દીઓને નિષ્ણાંત પરામર્શ અને સારવાર સરળતાથી મળી રહેશે."
આયુષ હોસ્પિટલનું આ મહત્વપૂર્ણ પગલું સૌરાષ્ટ્રના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. હવે ગોઠણના સાંધાની ગંભીર તકલીફ, ચાલવા-ફરવામાં મુશ્કેલી અથવા જાેઈન્ટ સંબંધિત અન્ય સમસ્યાઓ ધરાવતા દર્દીઓને પોતાના જ શહેર જુનાગઢમાં વિશ્વસ્તરીય રોબોટિક સારવાર ઉપલબ્ધ બનશે.
આયુષ હોસ્પિટલ સતત આધુનિક ટેક્નોલોજી અને નિષ્ણાંત તબીબોની સેવાઓ દ્વારા દર્દીઓને શ્રેષ્ઠ, સુરક્ષિત અને ગુણવત્તાસભર આરોગ્યસેવા પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.





