તેલ-ગેસ જ નહીં ઈરાન હવે વિશ્વનું ઈન્ટરનેટ પણ ખોરવી નાખશે
(એજન્સી) તહેરાન તા.૨૦:
દુનિયા અત્યારે ડિજિટલ યુગમાં જીવી રહી છે. આપણી બેંકિગ, સોશિયલ મીડિયા, એઆઈ અને ક્લાઉડ સ્ટોરેજ બધું જ ઈન્ટરનેટ પર ર્નિભર છે. સામાન્ય રીતે લોકો એવું માને છે કે ઈન્ટરનેટ સેટેલાઇટ દ્વારા ચાલે છે, પરંતુ હકીકત એ છે કે દુનિયાનું ૯૭% થી વધુ ઈન્ટરનેટ ટ્રાફિક સમુદ્રના તળિયે બિછાવેલી ફાઈબર ઓપ્ટિક કેબલ્સ દ્વારા વહન થાય છે. વર્તમાનમાં ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચેના સંઘર્ષને કારણે આ કેબલ્સ હવે યુદ્ધના મેદાનમાં શસ્ત્ર બની રહી છે. હોર્મુઝની સામુદ્રધુની અહીં પાણીની ઊંડાઈ સૌથી સાંકડા ભાગમાં માત્ર ૨૦૦ ફૂટ છે. આટલી ઓછી ઊંડાઈને કારણે સબમરીન કે અન્ય ટેકનિક દ્વારા કેબલ્સને નિશાન બનાવવું સરળ બને છે. ઈરાને અહીં દરિયાઈ સુરંગો બિછાવી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. બાબ-અલ-મંદેબ અને લાલ સમુદ્ર અહીં ઈરાન સર્મથિત હુથી વિદ્રોહીઓ જહાજો પર હુમલા કરી રહ્યા છે. આ માર્ગ યુરોપ, એશિયા અને આફ્રિકાને જોડતો મુખ્ય સેતુ છે. ભારત માટે આ ખતરો ઘણો ગંભીર છે કારણ કે ભારતનું મોટાભાગનું આંતરરાષ્ટ્રીય ડેટા કનેક્શન આ જ માર્ગો પરથી પસાર થાય છે.


