અમેરીકા ઈરાન પર હાઈપરસોનિક મિસાઈલથી હુમલો કરવાની તૈયારીમાં

અમેરીકા ઈરાન પર હાઈપરસોનિક મિસાઈલથી હુમલો કરવાની તૈયારીમાં

(એજન્સી)          વોશિંગ્ટન તા.1
અમેરિકા પહેલીવાર ઈરાન વિરુદ્ધ હાઈપરસોનિક મિસાઈલોનો ઉપયોગ કરી શકે છે. અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)ના કમાન્ડરે રાષ્ટ્રપતિ ટ્રમ્પને ઈરાન વિરુદ્ધ સંભવિત હુમલો કરવાના વિકલ્પોની જાણકારી આપી છે.ફોક્સ ન્યૂઝ અનુસાર, એડમિરલ બ્રેડ કૂપરે વ્હાઇટ હાઉસના સિચ્યુએશન રૂમમાં ટ્રમ્પ સાથેની બેઠકમાં આ વિકલ્પો રજૂ કર્યા. તેમાં જણાવાયું હતું કે જો ટ્રમ્પ ફરીથી હુમલો કરવાનો ર્નિણય લે છે, તો એક ‘નાનો પણ ખૂબ શક્તિશાળી હુમલો’ કરી શકાય છે. રિપોર્ટ અનુસાર, આ હુમલામાં ઈરાનની બાકી રહેલી સૈન્ય તાકાત, તેના નેતાઓ અને મહત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) ને નિશાન બનાવી શકાય છે.