સત્યમ સેવા યુવક મંડળ દ્વારા કાળવા ચોક વિસ્તારમાં પાણીના પરબ ખાતે છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ

ભાટુ પરિવાર તથા ખોડભાયા પરિવારના આર્થિક સહયોગથી કાર્યરત થયેલ છે

સત્યમ સેવા યુવક મંડળ દ્વારા કાળવા ચોક વિસ્તારમાં પાણીના પરબ ખાતે છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ

જૂનાગઢ, તા.1
જૂનાગઢ ની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા છેલ્લા 24 વર્ષથી કાળવા ચોક વિસ્તારમાં કાળઝાળ ગરમીથી રાહત મળે તે હેતુથી  ભાટુ પરિવાર તથા ખોડભાયા પરિવારના દ્વારા ઠંડી છાશ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે દર વર્ષેની પરંપરા મુજબ આ વર્ષે પણ જ્યાં સુધી વરસાદ ન પડે ત્યાં સુધી આ છાશનું પરબ અવિરત  પણે ચાલુ રાખવામાં આવશે.
સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાએ જણાવ્યું હતું કે ગરમીમાં લોકોને તરસ  છિપાવી એ જ અમારો મુખ્ય ઉદ્દેશ છે મોટી સંખ્યામાં અને રાહદારીઓ, વાહન ચાલકો તેમજ મજુર લોકો આ સેવાનો લાભ લઇ રહ્યા છે. વિરમભાઈ ભાટુ પરિવારના સહયોગ થી ચાલતી આ સેવાકીય પ્રવૃત્તિનો જૂનાગઢમાં માનવતાની મહેક પ્રશરાવી છે. આ સેવા યજ્ઞનું ઉદ્ઘાટન ભવનાથના પૂજ્ય ભરતબાપુ, ભારતીબેન દેવાણી, બટુકબાપુ વગેરેના હસ્તે વગેરેના હસ્તે ખુલ્લુ મુકવામાં આવેલ હતું.
આ ભભુકતા તાપમા ઠંડી છાશ મળતા લોકો એ પણ સંસ્થાની ભારોભાર પ્રશંસા કરેલ હતી. આ યજ્ઞમાં અરવિંદભાઈ મારડિયા, શાંતાબેન બેસ, અલ્પેશભાઈ પરમાર, કમલેશભાઈ પંડ્યા, ચંપકભાઈ જેઠવા, દયાબેન માણેક, જયાબેન પરમાર, દેવીદાસ ભાઈ, ડીપલ ભાઈ રુપારેલ, સરોજબેન જાેષી, જેઠાભાઈ લાખાણી વગેરે ખાસ ઉપસ્થિત રહેલા હતા.