જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાને જાનથી મારી નાખવાની ધમકી આપી : રૂા.૩૦ લાખની ખંડણી માંગી
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૩૦
જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેમજ રૂા.૩૦ લાખ આંગડીયામાં મોકલી આપવા જણાવવામાં આવ્યાના બનાવને પગલે ભારે ચકચાર જાગી ઉઠી છે. આ અંગે વિશેષમાં મળતી વિગત અનુસાર જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે, રોનક ઠાકુર નામના શખ્સે ખંડણી માગી છે અને મારી નાખવાની ધમકી આપી છે, અને આંગડીયામાં રૂપિયા મોકલવા માટેનો વોટસઅપ મેસેજ પણ કર્યો છે, જૂનાગઢ બી ડિવિઝન પોલીસે સમગ્ર ઘટનામાં ફરિયાદ નોંધી છે અને તપાસ શરૂ કરી છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાને મારી નાખવાની ધમકી મળી છે અને ધારાસભ્ય સંજય કોરડીયા પાસેથી ખંડણીની માંગ પણ કરવામાં આવી છે, વોટસઅપમાં મેસેજ કરી ૩૦ લાખ આંગડીયામાં અમદાવાદ મોકલવા કહ્યું છે અને વોટસઅપમાં અપશબ્દોના મેસેજ પણ કર્યા હોવાની વાત સામે આવી છે, રોનક ઠાકુર નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે અને આ શખ્સે શું કામ આવો મેસેજ કર્યો તે ઝડપાયા બાદ જ પોલીસને ખબર પડશે અને કોઈના કહેવાથી આ રીતે ધમકી આપી છે તે દિશામાં પોલીસની તપાસ ચાલી રહી છે. વધુમાં સમગ્ર ઘટનામાં તપાસ કરતા સામે આવ્યું છે કે, રોનક ઠાકુર નામના શખ્સે આ મેસેજ કર્યો છે અને આવો મેસેજ કરવાનું કારણ હજી સામે આવ્યું નથી. દરમ્યાન જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ આ કામના આરોપી વોટસએપ મો.નં. +૨૪૩૯૯૩૦૩૩૧૨૮ તથા મો.નં.+૨૪૩૯૮૯૩૭૯૮૬૭ ના ઉપયોગ કરનાર (૨) રોનક ઠાકુર મો.૮૮૪૯૯૩૫૧૫૬ તેમજ તપાસમાં ખુલે તે તમામ સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે આ કામના વોટસએપ મો.નં.+૨૪૩૯૯ ૩૦૩૩૧૨૮ તથા મો.નં.+૨૪૩૯૮૯૩૭૯૮૬૭ ના ઉપયોગ કરનારએ ફરી.ને અપશબ્દો વાળા મેસેજો કરી પ્રથમ રૂ.૩૦ લાખ ત્યાર બાદ રૂ.૫ લાખની ખંડણીની માંગણી કરી અને આ ખંડણીના રૂપીયા રોનક ઠાકુર મો.૮૮૪૯૯ ૩૫૧૫૬ અમદાવાદના નામે આંગડીયું મોકલી આપવાનું કહી અને જો આ ખંડણીના રૂપીયા નહીં મોકલશે તો ફરીયાદીના પરીવારને જાનથી મારી નાખશે તેવી ધમકીઓ આપી એકબીજાને મદદગારી કરી ગુન્હો કર્યા અંગેની ફરિયાદ નોંધાવતા બી ડીવીઝન પોલીસે આરોપી વિરૂધ્ધ બીએનએસ કલમ ૩૦૮(૪), ૩પ૧(૩), ૩પ૧(૪), પ૪(૧) મુજબ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એ.બી. ગોહિલ ચલાવી રહ્યા છે.


