ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા બહેનોની આંતર કોલેજ બાસ્કેટબોલ, ખો-ખો સ્પર્ધા સંપન્ન- વિદ્યાર્થીનીઓમા રમત-ગમત અને ખેલકુદ પરત્વે ઋચિ કેળવાઇ 

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા બહેનોની આંતર કોલેજ બાસ્કેટબોલ, ખો-ખો સ્પર્ધા સંપન્ન- વિદ્યાર્થીનીઓમા રમત-ગમત અને ખેલકુદ પરત્વે ઋચિ કેળવાઇ 

જૂનાગઢ તા. ૧૨, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીનાં સ્પોર્ટસ વિભાગ દ્વારા બહેનોની આંતર કોલેજ ખો- ખો  અને બાસ્કેટ બોલ સ્પર્ધા ઘોડાસરા મહિલા આર્ટ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાઇ હતી. ખો-ખો સ્પર્ધામાં યુનિ. તાબાની ૮ કોલેજોનાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો જ્યારે ૮ વિદ્યાર્થીનીઓ સીધા સિલેક્શનમાં ભાગ લેવા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે બાસ્કેટ બોલ સ્પર્ધામાં ચાર કોલેજનાં સ્પર્ધક  જોડાયા હતા. ખો-ખો સ્પર્ધામાં ઉના ખાતેની મહિલા આર્ટસ કોલેજની ટીમ વિજેતા અને એમ.એમ. ઘોડાસરા મહિલા આર્ટસ કોલેજની થીમ ઉપવિજેતા જાહેર થઇ હતી. જ્યારે બાસ્કેટબોલ સ્પર્ધામાં એમ.એમ. ઘોડાસરા મહિલા કોલેજની ટીમ વિજેતા બની હતી. જ્યારે સૈારાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલીત કોલેજની ટીમ ઉપવિજેતા બની હતી.

      આજની રમતને સુચારૂ વ્યવસ્થાપન માટે ઘોડાસરા કોલેજ પરિવાર, બોર્ડ ઓફ સ્પોર્ટસનાં સદસ્ય ડો. રેખાબેન કાછડીયા, યુનિ.નાં રમત ગમત વિભાગનાં એસ.આઇ. સીડાએ સેવાઓ પુરી પાડી હતી.

         અત્રે ઉલ્લેખનીય છે કે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૈાહાણ વિદ્યાર્થીઓ રમત-ગમત પરત્વે પોતાનાં કૈાશલ્યો વિકસાવે અને વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ઠ પરીણામ હાંસલ કરી યુનિ.નું ગૈારવ વધારે તે દિશામાં પ્રયત્નશીલ છે. પ્રો. પ્રતાપસિંહજીએ આજની ખો-ખો અને બેડમિન્ટન સ્પર્ધામાં સહભાગી તમામ વિદ્યાર્થીઓને શુભકામનાં પાઠવી વિજેતા ટીમનાં ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.