જુનાગઢના સુપ્રસિદ્ધ સુદર્શન તળાવમાં ડૂબી ગયેલ યુવાનના મૃતદેહને બહાર કાઢતી ફાયર બ્રિગેડ.

જુનાગઢના સુપ્રસિદ્ધ સુદર્શન તળાવમાં  ડૂબી ગયેલ યુવાનના મૃતદેહને બહાર કાઢતી ફાયર બ્રિગેડ.
THECHABUK.COM

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં આવેલ સુપ્રસિદ્ધ સુદર્શન તળાવમાં સવારના ભાગે એક યુવકનું ડૂબી જવાથી મૃત્યુ થયાના ખબર મળતા વહીવટી તંત્ર અને ફાયર વિભાગની ટીમ તત્કાળ ઘટના સ્થળે દોડી ગઈ હતી. સુદર્શન તળાવમાં મોટી સંખ્યામાં મગરમચ્છ અને જળચર જીવો હોવાને કારણે મૃતદેહને કાઢવો અત્યંત જોખમી હતો. આમ છતાં પોલીસ અને વનવિભાગની હાજરીમાં  ફાયર વિભાગની ટીમે જીવના જોખમે મગરમચ્છ અને જળચર જીવોથી ભરેલાં તળાવમાં ૬ કલાક જેટલી ભારે જહેમત બાદ મૃતદેહને શોધી કાઢ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈને આગળની તપાસ હાથ ધરી છે.