જૂનાગઢ પોલીસ હેડક્વાર્ટર ખાતે દશેરાના પાવન પર્વ નિમિત્તે શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્ર પૂજન
આજે દશેરા (વિજયાદશમી)ના પાવન પર્વની સમગ્ર દેશમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. નવરાત્રીના નવ દિવસ બાદ આવતો આ તહેવાર વિજયનું પ્રતીક છે. આ પરંપરા અનુસાર, ક્ષત્રિય સમાજો, પોલીસ તેમજ અલગ અલગ સંગઠનો દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવે છે.તેના ભાગરૂપે, આજે જૂનાગઢ પોલીસ વિભાગ દ્વારા હેડક્વાર્ટર ખાતે શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. શસ્ત્ર પૂજન અંગે જૂનાગઢ એસપી (SP) સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે, આજરોજ જૂનાગઢ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે દશેરા નિમિત્તે દર વર્ષની જેમ આજે પણ શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવેલ.જેમાં શાસ્ત્રોક્ત વિધિ દ્વારા શસ્ત્રોનું પૂજન કરવામાં આવેલ. જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.પોલીસ વિભાગને અલગ અલગ પ્રકારના જે શસ્ત્રો ફાળવવામાં આવે છે, તે મુજબના શસ્ત્રો જૂનાગઢ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવેલા છે અને તે શસ્ત્રોનું આજે પૂજન કરવામાં આવેલ.



