પાક. કબ્જાગ્રસ્ત કાશ્મીરમાં વ્યાપક હિંસા ૧૨ના મોત, રપ સૈનિકોને બંધક બનાવાયા
(એજન્સી) મુઝફ્ફરાબાદ તા.૦૨
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (ર્ઁદ્ભ) માં મૂળભૂત જરૂરિયાતો પર સબસિડીમાં કાપનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ ૨૫ સૈનિકોને બંધક બનાવી લીધા છે.
બુધવારે સુરક્ષા દળોએ નિ:શસ્ત્ર પ્રદર્શનકારીઓને રોકવા માટે તેમના પર ગોળીબાર કર્યો, જેમાં આઠ લોકો માર્યા ગયા અને ૧૦૦થી વધુ ઘાયલ થયા.
ચાર દિવસથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં દસ લોકો માર્યા ગયા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આજે બાગ જિલ્લાના ધીરકોટમાં ૪, મુઝફ્ફરાબાદમાં ૨ અને મીરપુરમાં ૨ લોકોના
મોત થયા છે.


