પાકિસ્તાને ગત રાત્રે અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઈક કરી : ૯ના મોત
(એજન્સી) કાબૂલ તા.૨૫:
પાકિસ્તાન દ્વારા ફરીથી અફઘાનિસ્તાન ઉપર બોમ્બમારો કરવામાં આવ્યો છે.
હવાઈ હુમલાનો સમય એ રીતે પસંદ કરવામાં આવ્યો હતો કે લોકો તેમના ઘરોમાં સૂઈ રહ્યા હોય. અફઘાન પ્રવક્તા ઝબીહુલ્લાહે જણાવ્યું હતું કે પાકિસ્તાની હવાઈ હુમલો ગત મધ્યરાત્રિએ થયો હતો, જેમાં ૯ બાળકો સહિત ૧૦ લોકો માર્યા ગયા હતા અને પાંચ નાગરિકો ઘાયલ થયા હતા. તેમણે જણાવ્યું હતું કે આ હુમલા ખોસ્ત અને કુનાર-પાક્તિકા જેવા વિસ્તારોમાં
થયા હતા, જેના કારણે
જાનમાલને નોંધપાત્ર નુકસાન થયું હતું. પાકિસ્તાની સેનાએ એક સ્થાનિક નાગરિકના ઘર પર બોમ્બમારો કર્યો હતો, જેમાં પાંચ છોકરાઓ, ચાર છોકરીઓ અને એક મહિલાનું મોત થયું હતું અને ઘર સંપૂર્ણપણે નાશ પામ્યું હતું.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ઘણા મહિનાઓથી તણાવ ચાલી રહ્યો છે. આ વર્ષના ઓક્ટોબરમાં, પાકિસ્તાને અફઘાન સરહદી વિસ્તારમાં હવાઈ હુમલો
કર્યો હતો, જેમાં ત્રણ અફઘાન ક્રિકેટરો માર્યા ગયા હતા. અફઘાનિસ્તાનનો દાવો
છે કે હુમલામાં બાળકો સહિત નાગરિકો માર્યા ગયા હતા. પાકિસ્તાની દળોએ કાબુલ પર બોમ્બમારો કર્યો હતો, જેના કારણે અફઘાનિસ્તાન તરફથી
બદલો લેવામાં આવ્યો હતો. બંને પક્ષો વચ્ચે યુદ્ધવિરામ પર સંમતિ બની હતી, પરંતુ પાકિસ્તાનના હવાઈ હુમલા ચાલુ છે.


