જુનાગઢ નાં ભવનાથ તળેટી ખાતે આવેલા રવિ રાદંલ આશ્રમ ખાતે દેવ દિવાળી નાં દિવસે ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરાયું
જુનાગઢ નાં ભવનાથ તળેટી ખાતે આવેલા રવિ રાદંલ આશ્રમ ખાતે દેવ દિવાળી નાં દિવસે ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરાયું હતું. જેમાં તા.૧.૧૧.૨૦૨૫ ને શનિવારે માંડવો તેમજ તા.૨.૧૧.૨૫ રવિવારે ભગવાન ઠાકર ની જાન જોડવામાં આવી હતી ને ખુબ ધામધૂમથી તુલસી વિવાહ ઉજવવામાં આવ્યા હતા અને રેન બસેરા દાદાજીની ગોદડી વાળા બન્ને નાં સાથ સહકાર થી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને રવિ રાદંલ આશ્રમ ખાતે હર હર ગંગે અન્નક્ષેત્ર ખાતે સંતો મહંતો અને ભક્તો એ ભોજન પ્રસાદ નો લાભ લીધો હતો અને આ કાર્યક્રમ દરમિયાન હર હર ગંગે અન્નક્ષેત્ર માં સતતં ચાર દિવસ અન્નક્ષેત્ર ધમધમતું રહ્યું હતું અને ભવનાથ તળેટીમાં આવતા મોટી સંખ્યામાં ભક્તજનો એ પ્રસાદ નો લાહ્વો લીધો હતો આ તુલસી વિવાહ તથા અન્નક્ષેત્ર માટે જુનાગઢ પોલીસ એ.એસ.આઈ ઉમેશભાઈ વેગડા તેમજ જુનાગઢ જીલ્લા સનાતન ધર્મ નાં પ્રમુખ કૈલાસ બેન વેગડા એ જોહમત ઉઠાવી હતી.


