પ્રાચી તીર્થ ખાતે વિનામૂલ્યે મેગા નેત્ર નિદાન કેમ્પ, હાર્ડવૈદ, દંતયજ્ઞ, જનરલ ચેકઅપ કેમ્પ યોજાયો
અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલના ૧૫૦ મી જન્મ જયંતી નિમિત્તે પ્રાર્થના કરાય
(પ્રતિનિધિ દ્વારા)
પ્રાચી તીર્થ તા.ર૦
પ્રાચી તીર્થ ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત તથા રંભુબેન ઉકાભાઇ ચુડાસમા સેવા સમિતિ દ્વારા ૧૧૬ મો વિનામૂલ્યે સદગુરૂ સુપર મેગા નેત્ર નિદાન કેમ્પ, હાર્ડવૈદ, દંતયજ્ઞ, જનરલ ચેકઅપ કેમ્પ શ્રી કોળી સમાજ ભવન પ્રાચી ખાતે યોજાયો હતો. આ કેમ્પના દાતાશ્રી કેમ્પના કાર્યકર્તા કાનાભાઈ વીરાભાઇ સોલંકી બોસન તથા કરસનદાસ બાપુ ઉપવાસી મહંત શ્રીપાધેશ્વરી આશ્રમ મટાણા તથા શ્રી રણછોડદાસ બાપુ આંખ ની હોસ્પિટલ ના ડોક્ટર તથા ડો. રોહિતભાઈ પટેલ પ્રાચી તથા ડો.ભગીરથસિંહ રાઠોડ તથા ડો. પાલાભાઈ સોલંકી વડનગર ડો.ચિરાગભાઇ પરમાર સહિતના અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પરિવારજનોના કર કમલો દ્વારા દિપ પ્રાગટય કરી તથા ગાયત્રી પરિવારના કાર્યકર્તા પત્રકાર જાદવભાઇ ચુડાસમાએ કેમ્પને ઉદ્બબોધન કરીને આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ તકે સૌના માટે વિશ્વના કલ્યાણ તથા સૌનો સદબુદ્ધિ તથા ઉજજવળ ભવિષ્ય માટે ૧૧ ગાયત્રી મહામંત્ર, તેમજ અખંડ ભારતના નિર્માતા લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે પાંચ મહામૃત્યુંજય મંત્રનો સામુહિક જાપ કરી પ્રાર્થના કરી તથા દરેક દર્દીઓને ગાયત્રી ચાલીસા ભેટ આપવામાં આવી તેમજ શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા પૂજ્ય ગુરૂદેવના તપના ૧૦૦ વર્ષ તેમજ અખંડ દીપકના ૧૦૦ વર્ષ તેમજ માતા ભગવતી દેવીના ૧૦૦ વર્ષની શતાબ્દી નિમિત્તે શાંતિકુંજ હરિદ્વારમાં શતાબ્ધી વર્ષ જાન્યુઆરી ૨૦૨૬માં ઉજવણી કરવામાં આવશે તેમને તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. તેમજ પૂજ્ય ગુરૂદેવના સાહિત્ય અને દરેક દર્દીઓને ગાયત્રી ચાલીસા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ હતું. ગાયત્રી પરિવારના સંસ્થાપક વેદમુતિર્ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના જીવન નો સંદેશ પાઠવેલ લોકોને હૃદય ગંમ કરવા આહવાન કરેલ હતું. કેમ્પના દાતા કાનાભાઈ વીરાભાઇ સોલંકી તથા તેમના પરિવારનું સન્માન પરમ પૂજ્ય ગુરૂદેવના દેવસ્થાપન ફોટો તથા ગુરૂદેવના સાહિત્ય વડે ડો.ભગીરથસિહ તથા ડો.ચિરાગભાઇ દ્વારા મોમેન્ટ આપીને સન્માન કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં ડોકટરસાહેબએ કુલ ૧૪૦ દર્દીઓને તપાસી જેમાં થી ૪૫ દર્દીઓ ને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ ખાતે લઇ ગયેલ હતા તથા જનરલ ચેકઅપ કેમ્પમાં ડો.ભગીરથસિંહ રાઠોડ સાહેબ માધવ ક્લિનિક થરેલી ૭૦ થી વધુ દર્દીઓને તપાસી વિનામૂલ્યે દવા આપવામાં આવી હતી તથા ડાયાબિટીસના દર્દીઓને વિનામૂલ્યે રિપોર્ટ પણ કરી આપેલ હતા તથા હાર્ડવૈદ હમીરભાઇ પ્રાચીએ ૨૦ જડીબુટ્ટી યુક્ત પ્રખર માલિશ તેલ દ્વારા ૪૦ દર્દીને હાથ પગ સાંધાના દુ:ખાવાના મસાજ કરેલ તથા દાંતના ડો.ચિરાગભાઇ પરમાર બ્રાઇટ ડેન્ટલ કેર પ્રાચીએ ૨૦ દર્દીને તપાસીને વિનામૂલ્યે દવા આપવામાં આવી દાતા તરફથી સૌના માટે ચા-પાણી તથા સુંદર ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે કાનાભાઈ સોલંકી(બોસન) તથા નાથાભાઇ સોલંકી(થરેલી રાહુલભાઈ રાઠોડ તથા પપ્પુભાઈ તથા જેઠાભાઈ રાઠોડ બોસન તથા વજુભાઈ ગોહિલ તથા ર્નસિંગભાઈ વાઢેર છગિયા, નારણભાઈ વાળા પાદરૂકા તથા પાર્થભાઈ સોલંકી, પુરીબેન બોસન, સોનીબેન ગોરખમઢી, પ્રજ્ઞાબેન ચુડાસમા, વિશ્વેશ્વરી બેન ચુડાસમા, રંજનબેન ગૌસ્વામી શાંતામાં, પ્રાચી પત્રકાર જાદવભાઈ ચુડાસમા તથા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તથા રંભુબેન ઉકાભાઇ ચુડાસમા સેવા સમિતિના સેવાભાવી ભાઇ બહેનો દ્વારા ખુબ જહેમત ઉઠાવીને આ કેમ્પને સફળ બનાવ્યો હતો.(તસ્વીર : જાદવભાઈ ચુડાસમા)


