જસદણ નજીક માર્ગ અકસ્માતમાં જૈન સાધ્વીજી કાળધર્મ પામ્યા : અન્ય બે સાધ્વીજી ઈજાગ્રસ્ત

જસદણ નજીક માર્ગ અકસ્માતમાં જૈન સાધ્વીજી કાળધર્મ પામ્યા : અન્ય બે સાધ્વીજી ઈજાગ્રસ્ત

(બ્યુરો)              જસદણ , તા.૯
આજે વહેલી સવારે જસદણથી બોટાદ તરફ વિહાર કરીને શાસન સમ્રાટ નેમિસૂરી સમુદાયના ૧૯ સાધ્વીજીઓ જતા હતા ત્યારે જસદણથી થોડેક દુર ટ્રેકટર મગફળી ભરીને જતું હતું ત્યારે એક કાર ટ્રેકટર સાથે ભટકાઇને ડીવાઇડર પર ચઢી ગઇ ટ્રેકટર મગફળીથી ભરેલું હતું તે ટ્રેકટર પલટી મારી ગયું અને ટ્રેકટરનો ખૂંટો વિહાર કરતા સાધ્વીજી ભગવંત શ્રી શ્રુતનિધિશ્રીજી મહારાજના મસ્તકે લાગતા ઘટના સ્થળે જ કાળધર્મ પામી ગયા હતા.
બે સાધ્વીજીઓમાં પૂ. શ્રી ધર્મપ્રજ્ઞાશ્રીજી મ. તથા પૂ. સાધ્વીજી શ્રી શ્રુતવૃધ્ધિશ્રીજી મ.ને ગંભીર ઇજા થવા પામી જેમાં સા. શ્રી ધર્મપ્રજ્ઞાશ્રીજી મ.ને ફ્રેકચર આવેલ છે તથા સા.શ્રી શ્રુતવૃધ્ધિશ્રીજી મ.ને મસ્તક પર ઇજા થઇ છે. 
અકસ્માતમાં ગંભીર ઇજા પામેલા બંને સાધ્વીજીઓને તાત્કાલીક કે.ડી.હોસ્પિટલ (આટકોટ) લઇ જવાયા છે.