અમદાવાદમાં ટેક્સટાઈલ જુથ પર ઈન્કમ ટેકસના દરોડા
(બ્યુરો) અમદાવાદ તા.૯
આવકવેરા વિભાગે વધુ એક વખત મોટુ દરોડા ઓપરેશન હાથ ધર્યુ હોય તેમ આજે અમદાવાદમાં ટેકસટાઇલ્સ ક્ષેત્રને નિશાન બનાવવામાં આવ્યું છે અને વિનોદ મેન્યુફેકચરીંગ ટેકસટાઇલ્સ ગ્ુ્રાપ પર મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા છે.
આવકવેરાના ટોચ લેવલના સુત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદ-ગુજરાતમાં ટેકસટાઇલ્સ ક્ષેત્રમાં મોટુ નામ ધરાવતા વિનોદ મેન્યુફેકચરીંગ ટેકસટાઇલ્સ ગ્ુ્રાપના ૩પથી વધુ સ્થળોએ આજે સવારથી દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદના એસ.જી. હાઇવે તથા પીપલજ ઉપરાંત અન્ય અનેક સ્થળોએ સર્ચ સર્વે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કંપનીના વિનોદ મિતલ, ધવલ મિતલ સહિતના ડિરેકટરોના નિવાસ સ્થાન, ઓફિસ જેવા સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જ બિનહિસાબી વ્યવહારો દર્શાવતા દસ્તાવેજો ઉપરાંત ડીજીટલ સાધનો મળી આવ્યા હતા જેની તપાસ હાથ ધરવામાં આવી છે.


