વેરાવળમાં રૂ.16.20 લાખનો ચેક રીટર્ન થતા બીલીમોરાના શખ્સને બે વર્ષની સજા

વેરાવળમાં રૂ.16.20 લાખનો ચેક રીટર્ન થતા બીલીમોરાના શખ્સને બે વર્ષની સજા
રાકેશ પરડવા દ્વારા - વેરાવળ, તા.15
વેરાવળના માછીમાર પાસેથી રમ16.20 લાખનો મચ્છીનો માલ બીલીમોરાના શખ્સે વેચાણથી લઈને તેની અવેજમાં આપેલ ચેક વસુલાત વગર રિટર્ન થતા કોર્ટમાં કેસ દાખલ કરાયેલ હતો. જેમાં કોર્ટે આરોપી બીલીમોરાના શખ્સને બે વર્ષની સજા અને રૂ.16.20 લાખનું વળતર ચૂકવવા હુકમ કરતા ચકચાર પ્રસરી છે.
આ અંગે માહિતી આપતા ફરીયાદીના એડવોકેટ રીતે રીતેષભાઈ પંડયાએ જણાવેલ કે, વેરાવળના માછીમાર કિશોરભાઈ કુહાડા પાસેથી બીલીમોરાની કેમી સી ફુડઝના ધર્મેશ સુરેશચંદ્ર ગાંધીએ રૂ.16.20 લાખનો મચ્છીનો માલ ઉધારમાં લઈને તેના બદલામાં પોતાના ખાતાનો પુરી રકમનો ચેક આપેલ હતો. જે વગર વસુલાતે પરત ફરેલ તે અંગે અવારનવાર ઉઘરાણી કરવા છતાં બાકી રકમ આપતા ન હતા. 
જેથી કિશોરભાઈએ વેરાવળના મહે.જયુડી.મેજી.(ફ.ક.) ધી નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ મુજબનો કેસ દાખલ કરેલ હતો. જે અંગે થયેલ સુનવણીના અંતે આરોપી ધર્મેશ ગાંધીને તકસીરવાન ઠરાવી રૂ.16.20 લાખની બાકી રકમ વળતર પેટે ફરીયાદીને ચુકવી આપવા તેમજ બે વર્ષની સાદી કેદની સજા ફટકારતો હુકમ કરી 30 દિવસમાં  હુકમ મુજબની રકમ ચુકવી આપવા કોર્ટે જણાવેલ છે. આ કેસમાં ફરીયાદીના એડવોકેટ તરીકે રીતેષ.પી.પંડયા, તેજસ પી.પંડયા, પરેશ.ડી ટીમાણીયા, અને રમેશ બી. પંડિત રોકાયા હતા.