અમદાવાદમાં 'મેદસ્વીતા મુક્ત ગુજરાત, સ્વચ્છ અને સ્વસ્થ ગુજરાત' થીમ પર સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાયક્લોથોન યોજાઈ

અમદાવાદમાં 'મેદસ્વીતા મુક્ત ગુજરાત, સ્વચ્છ અને સ્વસ્થ ગુજરાત' થીમ પર સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાયક્લોથોન યોજાઈ

વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ૧૩ ઑક્ટોબરના રોજ " મેદસ્વીતા મુક્ત ગુજરાત, સ્વચ્છ અને સ્વસ્થ ગુજરાત” થીમ પર સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયક્લોથોનનું અમદાવાદના મેયરશ્રી પ્રતિભાબેન જૈનના વરદ હસ્તે ફ્લેગ ઓફથી કરવામાં આવ્યું હતું.અમદાવાદ શહેરના સરદાર બ્રીજ નીચે MyBykના હોલ્ડીંગ એરિયા, સાબરમતી રિવર ફ્રંટ લોઅર પ્રોમ્યુનાડ, દધીચી બ્રિજ સુધી ૮ કિ.મી મેગા સાયક્લોથોન યોજાઈ હતી.

આ અવસરે ડે.કમિશનર, આસિ.કમિશનર તથા અન્ય મહાનુભાવો સાયક્લોથોનમાં ભાગ લઇ શહેરના નાગરિકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ વિવિધ સાયકલીંગ ક્લબ, NCC, સ્કૂલબોર્ડ તેમજ શહેરના નાગરિકો સહિત અંદાજિત કુલ આશરે ૬૫૦થી વધુ સાયકલીસ્ટ દ્વારા ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ સાયક્લોથોનનો  ઉદ્દેશ શહેરના નાગરિકોમાં સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. આ કાર્યક્રમ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકા નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા, દૈનિક જીવનમાં સાયકલનો ઉપયોગ વધારવા અને પર્યાવરણને અનુકૂળ પરિવહનના પ્રોત્સાહન માટે અપીલ કરવામાં આવી હતી. આ સાથે નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી “સ્વચ્છ અને સ્વસ્થ અમદાવાદ"ના સંકલ્પને સફળ બનાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ સાયક્લોથોનમાં ધારસભ્યશ્રી અમીતભાઇ શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, દંડક શિતલ ડાગા, શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ, ચેરમેન રિક્રીએશન કલ્ચરલ એન્ડ્રુ હેરિટેજ કમીટી જયેશભાઈ ત્રિવેદી તથા અન્ય ચેરમેન, સ્થાનિક કાઉન્સીશલર, મ્યુનિ.કમિશનર, ડે.મ્યુ.કમિશનર, આસી.મ્યુનિ.કમિશનર તેમજ અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.