સાંસદ મનસુખ વસાવાનું ભરૂચ દૂધધારા ડેરીની ચુંટણીને લઈને મોટું નિવેદન.

સાંસદ મનસુખ વસાવાનું ભરૂચ દૂધધારા ડેરીની ચુંટણીને લઈને મોટું નિવેદન.

ભરૂચ દૂધધારા ડેરીની આવતીકાલે ચુંટણી થવાની છે જેમાં ભાજપના બાહોશ નેતા એવા ઘનશ્યામ પટેલ અને ધારાસભ્ય અરૂણસિંહ રાણા વચ્ચે ચુંટણી જંગ ખેલાવાનો છે ત્યારે આવામાં સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી ખળભળાટ મચી જવા પામ્યો છે. સાંસદ મનસુખ વસાવા આવતી કાલે યોજાનારી દૂધધારા ડેરીની ચુંટણી પર પ્રશ્નાર્થ લગાવ્યા છે. સાંસદ મનસુખભાઈ વસાવાએ આગળ જણાવતા કહ્યું કે સહકારી ક્ષેત્રની સંસ્થાઓ તેમના મૂળ હેતુથી ભટકી ગઈ છે. સહકારી સંસ્થાઓની ચુંટણીમાં જેમની પાસે વધુ પૈસા હશે તેઓ  જીતશે. આથી હવે ભરૂચનું સહકારી સંસ્થાઓના માળખાનું શુદ્ધિકરણ આવશ્યક છે.