વડોદરામાં કોમી એકતા ડહોળવાનો પ્રયાસ

વડોદરામાં કોમી એકતા ડહોળવાનો પ્રયાસ

વડોદરામાં અજાણ્યા શખ્સ દ્વારા AI ટેકનોલોજીની મદદથી ધાર્મિક લાગણી દુભાઈ એ પ્રકારની પોસ્ટ સોશ્યલ મીડિયામાં વાઈરલ કરવામાં આવતા વડોદરામાં લઘુમતી સમાજના લોકો મોટી સંખ્યામાં 19 સપ્ટેમ્બરની મોડી રાતે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તે બાદ પથ્થરમારો પણ કર્યો હતો. પોલીસે આ વાતની જાણ થતા પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો અને પથ્થરમારામાં સામેલ 50 જેટલા શખ્સોની ઓળખ કરીને અટકાયત હતી. આ આખી ઘટનાથી હાલ વડોદરાના જૂનીગઢી વિસ્તારમાં તંગદીલીભર્યો માહોલ છે. કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે અને શાંતિ જળવાઈ રહે તે માટે આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.