વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે રૂા.૧ લાખ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ

ભાવનગરમાં વડાપ્રધાનનાં યોજાયેલા ભવ્ય રોડ શોમાં જનમેદની ઉમટી પડી : સૌથી મોટો દુશ્મન બીજા પર ર્નિભરતા, ચિપ હોય કે શિપ આપણે ભારતમાં જ બનાવવા પડશે-વડાપ્રધાનનું ઉદ્બોધન : ભાવનગરની જનસભામાં મંત્રીઓ અને ધારાસભ્યોએ ચાંદીનો ગરબો અને માતાજીની ચૂંદડીની ભેટ આપી સ્વાગત કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે રૂા.૧ લાખ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ

(બ્યુરો)           ભાવનગર તા.ર૦
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે ભાવનગરના અતિથિ બન્યા છે. ગુજરાત સહિત દેશના કરોડો રૂપિયાના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુર્હૂત તેમના હસ્તે કરવામાં આવ્યા હતા. ગઇકાલે શીપીંગ ક્ષેત્રમાં પણ ઐતિહાસિક કરારો થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે સવારે એરપોર્ટથી જવાહર મેદાન સુધીનો દોઢ કિ.મી.નો વિશાળ રોડ શો યોજાતા જનમેદની ઉમટી પડી હતી. આ તકે વિશાળ જાહેર સભાને  સંબોધન કરતા વડાપ્રધાને રણટંકાર કર્યો હતો કે, સૌથી મોટો દુશ્મન બીજા પર ર્નિભરતા, ચિપ હોય કે શિપ આપણે ભારતમાં જ બનાવવા પડશે. આજે યોજાયેલા વડાપ્રધાનના કાર્યક્રમને લઈ ભાવનગરમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન બપોરે અમદાવાદ જિલ્લાના લોથલ જવા રવાના થશે. જ્યાં તેઓ હાલ નિર્માણ પામી રહેલા એશિયાના સૌથી મોટા નેશનલ મેરીટાઇમ હેરિટેજ મ્યુઝિયમ પ્રોજેક્ટ પ્રગતિની સમીક્ષા તેમજ અત્યારસુધી તૈયાર થયેલા કામનું નિરીક્ષણ કરશે. તેમજ પીએમ મોદી ભાવનગર ખાતે આયોજિત ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમની અધ્યક્ષતા કરી રહ્યા છે. દેશની વિકાસયાત્રાને સમુદ્રથી સમૃદ્ધિની દિશામાં લઇ જવા માટે વડાપ્રધાન આ કાર્યક્રમ દરમ્યાન ભારત સરકારના પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ 
મંત્રાલય હેઠળ રૂા.૬૬,૦૨૫ કરોડના સ્ર્ેંનું રિમોટ બટન દબાવીને લોકાર્પણ કર્યું હતું, જેમાં બંદરો અને શિપિંગ સંબંધિત ૨૧ સ્ર્ંેંનો સમાવેશ થાય છે. આ સાથે જ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ દેશના પ્રમુખ બંદરોના વિકાસ માટે ૭૮૭૦ કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કર્યું હતુ. ભારત સરકારના મંત્રાલયો હેઠળના કેટલાક મહત્વપૂર્ણ વિકાસકાર્યોમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય હેઠળ રૂા.૪૭૦૦ કરોડના ખર્ચે છારા બંદર પર નિમિર્ત રિગેસિફિકેશન ટમિર્નલનું અને રૂા.૫૮૯૪ કરોડના ખર્ચે વડોદરાની ગુજરાત રિફાઇનરી ખાતે નિમિર્ત ઇન્ડિયન ઓઇલના એક્રેલિક/ઓક્સો-આલ્કોહોલ પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલય હેઠળ રૂા.૧૫૦૦ કરોડના ખર્ચે સુરેન્દ્રનગરમાં નિમિર્ત ૨૮૦ મેગાવોટ સોલાર પ્રોજેક્ટનું અને રૂા.૧૬૬૦ કરોડના ખર્ચે ગુજરાતના અમરેલી, અમદાવાદ, બનાસકાંઠા, ભાવનગર, જામનગર, જૂનાગઢ, કચ્છ, મહેસાણા, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, અરવલ્લી, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ અને બોટાદ એમ ૧૭ જિલ્લાઓમાં પીએમ કુસુમ યોજના અંતર્ગત ૪૭૫ મેગાવોટના લગભગ ૧૭૨ ડિસેન્ટ્રલાઇઝ્ડ સોલાર પાવર પ્લાન્ટ્સના લોકાર્પણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેઓ કોલસા મંત્રાલય હેઠળ કરોડોના ખર્ચે તૈયાર થનારા વિવિધ વિંડ અને સોલાર પાવર પ્રોજેક્ટ્સ તેમજ રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય હેઠળ વિવિધ રોડ-રસ્તાઓના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પણ કરશે.