વાપીમાં MD ડ્રગ્સનું ફેકટરી ઝડપાઈ : રપ કરોડના ડ્રગ્સ સાથે ૫ાંચ આરોપીઓની ધરપકડ
(બ્યુરો) વાપી તા.૦૩
રાજ્યમાં કૂદકેને ભૂસકે ડ્રગ્સનો વેપલો વધી રહ્યો છે. ત્યારે વાપીના ચલા વિસ્તારમાં આવેલા એક બંગલામાં એમડી ડ્રગ્સનું કારખાનું ઝડપાયું છે. પોલીસે પેરોલ જમ્પના આરોપી અને તેના પુત્ર સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.
એટીએસ અને એસઓજીની ટીમે પાડેલા દરોડામાં ૫ કિલોથી વધુનું એમડી ડ્રગ્સ પકડાયું છે, જેની બજાર કિંમત આશરે રૂપિયા ૨૫ કરોડ જેટલી આંકવામાં આવી રહી છે. પોલીસના પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ કારખાનામાં ડ્રગ્સ તૈયાર કરીને અલગ-અલગ જગ્યાએ સપ્લાય કરવામાં આવતું હતું. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.


