રેલ્વે ઈ-ટીકીટ બુક કરતી વખતે નવો નિયમ લાગુ

રેલ્વે ઈ-ટીકીટ બુક કરતી વખતે નવો નિયમ લાગુ

(એજન્સી)            મુંબઇ તા.૩:  
આઇઆરસીટીસીની વેબસાઇટ કે મોબાઇલ એપ પર ટિકિટ બુકિંગ શરૂ થયાની પ્રથમ ૧૫ મિનિટમાં આધાર કાર્ડ ઓથેન્ટિફિકેશન કરાવવું પડશે. આ નિયમ તા.૧ ઓક્ટોબરથી અમલમાં મૂકાયો છે. ઓનલાઇન ટિકિટ રીઝર્વેશન ખુલતાની સાથે જ ગેરકાયદે દલાલો દ્વાર મોટી સંખ્યામાં ટિકિટ બુક કરવામાં આવે છે. તેના માટે સોફટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. દરમિયાન ટિકિટ બુક કરનારા સામાન્ય પ્રવાસીઓને વેઇટિંગ લિસ્ટમાં ટિકિટ મળે છે. આ ગેરરીતિને રોકવા માટે નવો નિયમ લાગુ કરાયો છે. જેમાં પ્રથમ ૧૫ મિનિટમાં ટિકિટ બુક કરનારે ફક્ત આધાર પ્રમાણીકરણ કરવાનું રહેશે. તે પછી બધા નોંધાયેલા આઇઆરસીટીસી વપરાશકર્તાઓ રાબેતા મુજબ ઇ-ટિકિટ બુક કરી શકશે.