સુપ્રીમ કોર્ટના આદેશથી માતાની જાતિના આધારે પુત્રીને અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર મળ્યું

સુપ્રીમ કોર્ટના આદેશથી માતાની જાતિના આધારે પુત્રીને અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર મળ્યું

(એજન્સી)  નવી દિલ્હી,તા.૦૯:
સુપ્રીમકોર્ટે પુડુચેરીની એક સગીર છોકરીને તેની માતાની 
જાતિ, આદિ દ્રવિડ ના આધારે અનુસૂચિત જાતિ (જીઝ્ર) પ્રમાણપત્ર આપવાની મંજૂરી આપી છે. આ ર્નિણય દુર્લભ છે અને છોકરીના શિક્ષણ પર અસર ન પડે તેની ખાતરી કરવા માટે લેવામાં આવ્યો છે. મુખ્ય ન્યાયાધીશ (ઝ્રત્નૈં) સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બનેલી બેન્ચે મદ્રાસ હાઇકોર્ટના આદેશને પડકારવાનો ઇનકાર કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કાયદાનો પ્રશ્ન ખુલ્લો રહે છે. આનો અર્થ એ છે કે પિતાની જાતિના આધારે બાળકની જાતિ નક્કી કરવાનો જૂનો નિયમ હજુ સુધી નક્કી થયો નથી. જોકે, ઝ્રત્નૈં એ એક મહત્વપૂર્ણ અવલોકન કર્યું. તેમણે પૂછયું, બદલાતા સમયમાં, માતાની જાતિના આધારે જાતિ પ્રમાણપત્ર પણ શા માટે ન જારી કરવામાં આવે આ સૂચવે છે કે ભવિષ્યમાં જાતિ નક્કી કરવાના નિયમો બદલાઈ શકે છે.
છોકરીની માતા હિન્દુ આદિ દ્રવિડ (જીઝ્ર) સમુદાયની છે અને તેણે તેના બાળકો માટે પ્રમાણપત્ર માંગ્યા છે. તેણીની દલીલ એવી હતી કે તેના પતિ લગ્નથી જ તેના માતાપિતાના ઘરે રહે છે અને તે દલિત નથી. બાળકો પણ માતાના જીઝ્ર સમુદાયના વાતાવરણમાં મોટા થયા છે.