લગ્ન પહેલા શારિરીક સંબંધો સમજની બહાર : સુપ્રિમ કોર્ટ

લગ્ન પહેલા શારિરીક સંબંધો સમજની બહાર : સુપ્રિમ કોર્ટ

(એજન્સી)     નવી દિલ્હી તા.૧૭
સુપ્રીમ કોર્ટે બળાત્કારના આરોપો સાથે સંકળાયેલા એક કેસમાં લગ્ન પહેલાંના શારીરિક સંબંધોને લઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. જસ્ટિસ બી.વી. નાગરત્નાએ કહ્યું કે અમે એ સમજી શકતા નથી કે એક છોકરો અને છોકરી લગ્ન પહેલાં શારીરિક સંબંધો કેવી રીતે બાંધી શકે છે.
જસ્ટિસ નાગરત્નાએ કહ્યું- કદાચ અમે જૂના વિચારોના હોઈશું, પરંતુ લગ્ન પહેલાં છોકરો અને છોકરી અજાણ્યા હોય છે. તમારે ખૂબ સાવચેત રહેવું જોઈએ. લગ્ન પહેલાં કોઈના પર પણ ભરોસો ન કરવો જોઈએ.
જસ્ટિસ નાગરત્ના સાથે જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાંની બેન્ચ એક વ્યક્તિની જામીન અરજી પર સુનાવણી કરી રહી હતી, જેના પર એક મહિલા સાથે લગ્નનું વચન આપીને શારીરિક સંબંધો બાંધવાનો આરોપ છે. આરોપ છે કે તે વ્યક્તિ પહેલાથી જ પરિણીત હતો અને બાદમાં તેણે બીજી મહિલા સાથે લગ્ન કરી લીધા હતા.