રાજકોટ ખાતે તલાટીમંત્રીની પરીક્ષા આપવા જનાર પરીક્ષાર્થીઓ માટે પોરબંદરથી ખાસ એક્સ્ટ્રા બસ મળશે

પોરબંદરથી તા.૧૪ને રવિવારન વહેલી સવારના ૬:૦૫ના ઉપડશે તે માટે રિઝર્વેશન ઓનલાઈન તેમજ ડેપો પરથી પણ થઈ શકશે

રાજકોટ ખાતે તલાટીમંત્રીની પરીક્ષા આપવા જનાર પરીક્ષાર્થીઓ માટે પોરબંદરથી ખાસ એક્સ્ટ્રા બસ મળશે
Gujarat State Road Transport Corporation

(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.૧ર
રાજકોટ સહિત ગુજરાત રાજ્ય ના નિયત કરાયેલા સેન્ટરો પરથી આગામી તારીખ ૧૪ ને રવિવારના રોજ બપોરના ૨ વાગ્યાથી ૫ કલાક દરમિયાન રેવન્યુ તલાટીની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવનાર છે. રાજકોટ વિસ્તારમાં ૧૬૨ કેન્દ્ર પરથી આ રેવન્યુ તલાટીને સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવનાર છે ત્યારે આ પરીક્ષામાં જે તે શહેરથી પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓને વાહન વ્યવહારની કોઈ પણ અગવડતા ન થાય તે માટે પરીક્ષામાં વેચનાર ઉમેદવારો માટે એસટી બસ સર્વિસ રવિવારના દિવસે દોડે તે માટે વહીવટી તંત્ર દ્વારા એસટી વિભાગને સુચના દેવામાં આવેલ છે. આ સૂચના અન્વયે પોરબંદર એસટી ડેપો પરથી પણ આવા મહેસુલી તલાટી મંત્રીને સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટે પરીક્ષાર્થીઓ સમયસર પરીક્ષા સ્થળે પરીક્ષા  પહોંચી શકે અને વાહન વ્યવહારની કોઈ પણ અગવડતા ઊભી ન થાય તે માટે સ્પેશિયલ પોરબંદરથી રાજકોટ જવા માટે એકસ્ટ્રા બસ દોડાવવામાં આવશે. આ અંગે પોરબંદર એસટી ડેપોના સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ.  રૂધાણી દ્વારા જણાવ્યા મુજબ પોરબંદર થી રાજકોટ જવા માટે એસટી દ્વારા એકસ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કરવામાં આવેલ છે. રાજકોટ ખાતે આગામી તારીખ ૧૪/૦૯/૨૦૨૫ને રવિવારના રોજ રાજ્યભરમાંથી મહેસુલી તલાટી મંત્રીની પરીક્ષા યોજાનાર હોય ત્યારે પોરબંદર જિલ્લાના આવા પરીક્ષાર્થીઓને રાજકોટ કેન્દ્ર આપવામાં આવેલ છે ત્યારે આ પરીક્ષાર્થી ઓને જવા આવવા માટે કોઈ તકલીફ ના પડે તે માટે પોરબંદર એસટી ડેપો દ્વારા એકસ્ટ્રા બસનું આયોજન કરવામાં આવેલ છે. તારીખ ૧૪/૦૯/૨૦૨૫ના રોજ પોરબંદરથી રાજકોટ જવા માટે આ બસ પોરબંદરથી વહેલી સવારે ૦૬: ૦૫ વાગ્યે પોરબંદર બસ સ્ટેન્ડ ઉપરથી ઉપડી વાયા રાણાવાવ કુતિયાણા અને કુતિયાણાથી નોન સ્ટોપ રાજકોટ જશે તેમ જ રાજકોટથી પરત પોરબંદર આવવા માટે સાંજના ૧૮:૦૦( છ વાગ્યે )આ બસ રાજકોટ બસ સ્ટેન્ડ ખાતેથી મળશે. આ બસમાં જવા માટેનું એડવાન્સ બુકિંગ gsrtc.in ઉપરથી gsrtcની મોબાઇલ એપ્લિકેશન થી તેમજ પોરબંદર રાણાવાવ અને કુતિયાણા બસ સ્ટેન્ડ પરથી પણ આ બસનું રિઝર્વેશન એસટીની ઓફિસ પરથી પણ થઈ શકશે. વિશેષમાં પોરબંદર 
એસટી ડેપોના સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ. રૂધાણી દ્વારા એવું પણ જણાવ્યું છે કે જાે પરીક્ષાર્થીઓનું પ્રમાણ વધશે તો જરૂરિયાત મુજબ અન્ય બીજી પણ એકસ્ટ્રા એસટી બસ ફાળવવામાં આવશે ત્યારે પોરબંદર એસટી ડેપોના મેનેજર પી.બી. મકવાણા દ્વારા જિલ્લાના તમામ પરીક્ષાઓને શુભેચ્છાઓ પાઠવી આ એકસ્ટ્રા બસનો બહોળી સંખ્યામાં લાભ લેવા અનુરોધ કરવામાં આવેલ છે.