ર૦ર૩માં રાજકોટની સોની બજારમાંથી ઝડપાયેલા ત્રણ આતંકવાદીઓને જન્મટીપની સજા
(બ્યુરો) રાજકોટ તા.૦૧
૨૬ જુલાઈ ૨૦૨૩ના રોજ છ્જી (એન્ટી-ટેરરિસ્ટ સ્કવોડ)એ રાજકોટ ખાતે સોનીબજારમાં નોકરી કરતા અને અલ-કાયદાનો પ્રચાર કરતા ત્રણ આતંકીને ઝડપી લીધા હતા, જેની સામેનો ગુનો પુરવાર થતાં તેમને સેશન્સ કોર્ટે અંતિમ શ્વાસ સુધીની સખત કેદની સજા અને રૂ.૧૦,૦૦૦નો દંડ ફટકાર્યો છે.
સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે આરોપીઓ પાસેથી મળી આવેલા મોબાઈલ ફોનમાં વ્હોટસએપ ચેટિંગના વાર્તાલાપથી સાબિત થાય છે કે તેઓ મુસ્લિમ સમાજના ચોક્કસ વર્ગને દેશવિરોધી પ્રવૃત્તિઓ માટે ઉશ્કેરી રહ્યા છે.
આ ઉપરાંત તેઓ પાસેથી મળી આવેલાં આ મોબાઈલ
ફોન, પિસ્તોલ અને કારતૂસ અંગે કોઈ જ ખુલાસો કે ઈનકાર નથી, જે સાબિત કરે છે કે આ ત્રણેય શખસ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા.


