રાજકોટ સિવિલમાં ૭૧૪થી વધુ દવાઓનો સ્ટોક ખૂટ્યો

બહારથી દવા લેવા મજબૂર બન્યા દર્દીઓ

રાજકોટ સિવિલમાં ૭૧૪થી વધુ દવાઓનો સ્ટોક ખૂટ્યો
Wallpaper.com

(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ,તા.૧૨
રાજકોટ: ચોમાસાની સિઝન ચાલી રહી છે અને આ સિઝનમાં સૌથી વધુ બીમારીઓના કેસ આવતા હોય છે.દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ રહી છે. પણ આપણા વિકસિત ગુજરાતમાં હોસ્પિટલ પાસે દવાઓનો જથ્થો જ નથી.
વિકસિત ગુજરાતનો દાવો કરતી સરકારની હોસ્પિટલોમાં દર્દીઓની હાલત કફોડી છે.રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દવાઓનો જથ્થો ખૂટ્યો, દર્દીઓ બહારથી મોંઘી દવાઓ ખરીદવા મજબૂર છે.
ચોમાસાની સિઝનમાં પાણીજન્ય રોગોનો પ્રકોપ વધ્યો, પણ હોસ્પિટલમાં દવાઓ નથી.રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૭૧૪થી વધુ દવાઓનો સ્ટોક ખૂટ્યો છે.કેલ્શિયમ, ડાયાબિટીસ, ઉધરસ, ચામડીના રોગની દવાઓ સુદ્ધાં ઉપલબ્ધ નથી. દર્દીઓ ટળવળી રહ્યા છે, પરંતુ સરકારી તંત્ર નિષ્ક્રિય છે.એક તરફ સિવિલ હોસ્પિટલમાં દવાઓની અછત, તો બીજી તરફ ય્સ્ઝ્રન્ના ગોડાઉનમાં દવાઓ ટ્રક ભરીને પડી છે.ગોડાઉનમાં દવાઓ ખુલ્લી હાલતમાં, પલળેલી અને સડતી હાલતમાં જાેવા મળી. સૌરાષ્ટ્રની તમામ સરકારી હોસ્પિટલોને દવા પૂરી પાડતું આ ગોડાઉન, પણ સંભાળનો અભાવ દર્દીઓની હાલત બગાડે છેસવાલ એ છે કે, જ્યારે ગોડાઉનમાં દવાઓનો જથ્થો પડ્યો છે, તો હોસ્પિટલોમાં દવાઓ કેમ નથી પહોંચતી?.આ બેદરકારીનો જવાબ કોણ આપશે?.શું દર્દીઓની હાલત સુધારવા માટે સરકાર કોઈ પગલાં લેશે?.