વેસ્ટર્ન રેલવે તહેવારોને ધ્યાનમાં રાખી ત્રણ જાેડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે

મુંબઈ સેન્ટ્રલ - બનારસ તથા વડોદરા - ગોરખપુર વચ્ચે સાપ્તાહિક ટ્રેનો દોડશે

વેસ્ટર્ન રેલવે તહેવારોને ધ્યાનમાં રાખી ત્રણ જાેડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે
Pinterest

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૨
આગામી દશેરા ,દિવાળી અને છઠ્ઠ પૂજા દરમ્યાન મુસાફરોની માંગને પહોંચી વળવા પશ્ચિમ રેલ્વેએ ત્રણ જાેડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો ર્નિણય લીધો છે. 
જેમાં મુંબઈ સેન્ટ્રલ - બનારસ એસી સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનના ૧૬ ફેરા તથા વડોદરા - ગોરખપુર સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનના ૨૦ ફેરા રહેશે.મુંબઈ સેન્ટ્રલ - બનારસ ટ્રેન દર બુધવારે રાત્રે ૧૧:૧૦ કલાકે મુંબઈ સેન્ટ્રલથી ઉપડશે અને શુક્રવારે સવારે ૧૦:૩૦ કલાકે બનારસ પહોંચશે. આ ટ્રેન ૧૭ સપ્ટેમ્બર થી ૫ નવેમ્બર સુધી કાર્યરત રહેશે. તેવી જ રીતે બનારસ - મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ ટ્રેન દર શુક્રવારે બનારસથી બપોરે ૨:૩૦ કલાકે ઉપડશે અને રવિવારે સવારે ૪:૨૦ કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન ૧૯ સપ્ટેમ્બરથી ૭ નવેમ્બર સુધી કાર્યરત રહેશે. આ ટ્રેનો બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ ,સુરત ,વડોદરા, રાયબરેલી, અમેઠી, ભદોહી સહિતના સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. જ્યારે વડોદરા - ગોરખપુર ટ્રેન દર શનિવારે સાંજે ૭ કલાકે વડોદરાથી ઉપડશે અને બીજા દિવસે રાત્રે ૧૧:૩૦ કલાકે ગોરખપુર પહોંચશે. આ ટ્રેન ૨૭ સપ્ટેમ્બર થી ૨૯ નવેમ્બર સુધી કાર્યરત રહેશે.
 તેવી જ રીતે ગોરખપુર - વડોદરા  સ્પેશિયલ ટ્રેન દર સોમવારે ગોરખપુરથી સવારે ૫ કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે ૮ કલાકે વડોદરા પહોંચશે. આ ટ્રેન ૨૯ સપ્ટેમ્બરથી ૧ ડિસેમ્બર સુધી કાર્યરત રહેશે. આ ટ્રેનો ગોધરા, રતલામ ,ગંગાપુર ,કાનપુર ,બાદશાહ નગર, બારાબંકી ,બસ્તી સહિતના સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. આ ઉપરાંત ઓખા -શકુર બસ્તી વચ્ચે સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનના ૨૦ ફેરા રહેશે.