સીલ્વર સી ફૂડ કંપની ના વર્કર બહેનો માટે હાર્બર મરીન પોલીસ, સી. ટીમ દ્વારા જાગૃતિ સેમિનાર યોજાયો
સી ટીમ દ્વારા મહીલાઓને ઘરેલુ હિંસા,શારીરીક માનસીક ત્રાસ, જાતીય શોષણ તેમજ POCSO વિશે કાયદાકીય સમજ અપાઈ
તા.૨૭
પોરબંદર હાર્બર મરીન પોલીસ તેમજ સી. ટીમ. ના સભ્યો દ્વારા પોરબંદર ખાતે આવેલ સીલ્વર સ્ટાર યુનીટ-૧ સી ફુડ કંપની માં કામ કરતી વર્કર બહેનોને વિવિધ કાયદાકીય સમજ આપવા માટે મહિલા જાગૃતિ અવરનેસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
સી ટીમ કામગીરી અંતર્ગત જુનાગઢ રેન્જના મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર જીલ્લાના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ તથા પોરબંદર ગામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ તેમજ સી ટીમના નોડલ ઓફીસર ઋતુ રાબા નાઓની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ આજરોજ તા.૨૬/૧૦/૨૦૨૫ ના રોજ હાર્બર મરીન પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ સી ટીમ ના સભ્યો દ્વારા સીલ્વર સ્ટાર યુનીટ-૧ સી ફુડ કંપની માં કામ કરતી વકર બહેનોને નશીલા પદાર્થોથી તથા નુક્શાન તથા માદક પદાર્થના ઉપયોગ તથા હેરા ફેરી થી થતી આડ અસરો બાબતે જાગૃતી કેળવવા સારુ એવરનેસ કાર્યક્રમ યોજાયો
જાગૃતી કેળવવા સારુ યોજાયેલા એવરનેસ કાર્યક્રમમાં ડ્રગ્સ એક્ટીવીટી ના હેલ્પલાઇન નં.૧૯૩૩ ની માહીતી આપવામાં આવેલ તેમજ શી ટીમ વીશે માહિત ગાર કરેલ જેમાં મહીલાઓ ને ઘરેલુ હિંસા,શારીરીક માનસીક ત્રાસ, જાતીય શોષણ ના બનાવો બને ત્યારે મહીલા પોલીસ સ્ટેશન તથા હાર્બર મરીન પોલીસ સ્ટેશન નો સંપર્ક કરવા માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ નવા કાયદાઓ વિશે તથા બાળકોને રક્ષણ આપતો અધિનિયમ જે POCSO વિશે પણ માહિતગાર કરેલ તેમજ મહિલા હેલ્પલાઇન 181 ની વિગતવાર માહિતી આપેલ બાળકોને ચિલ્ડ્રન હેલ્પલાઇન નંબર 1098 વિશેનો ઉપયોગ કેમ કરવો એના વિશે પણ માહિતગાર કરેલ અને ટ્રાફીક ના નિયમો અંગે સમજ કરેલ તથા સાયબર ક્રાઇમ થી થતાં ફ્રોડ બાબતે માહિતી આપેલ તેમજ help line number 181 અને 112 નંબર વિશે પણ માહિતી આપેલી છે.
આ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓમાં હાર્બર મરીન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરશ્રી એસ.ડી.સાળુંકે,હેડ કોન્સ્ટેબલ આર.પી.ધારેચા,અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ કે.કે.ઓડેદરા તથા વુમન પોલીસ કોન્સ્ટેબલ કે.બી.ગોઢાણીયા દ્વારા કરવામાં આવેલ છે.


