ભારતના ભોગે પાકિસ્તાન સાથે દોસ્તી નહીં અમેરીકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોનું નિવેદન
(એજન્સી) નવી દિલ્હી તા.૨૭:
અમેરીકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ જણાવ્યું હતું કે યુએસ પાકિસ્તાન સાથેના તેના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવશે, પરંતુ તેનાથી ભારત સાથેની તેની ઐતિહાસિક ભાગીદારી પર કોઈ અસર પડશે નહીં. તેમણે ભારતને પરિપક્વ રાજદ્વારી ભાગીદાર ગણાવ્યું અને કહ્યું કે વોશિગ્ટન ઘણા દેશો સાથે સંબંધો જાળવી રાખશે.
ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે મલેશિયામાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો સાથે મુલાકાત કરી, જ્યાં તેઓ કુઆલાલંપુરમાં છજીઈછદ્ગ સમિટમાં ભાગ લઈ રહ્યા છે. તેમની મુલાકાત દરમિયાન, બંને નેતાઓએ ભારત-અમેરિકા દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. જયશંકરે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કહ્યું, આજે સવારે કુઆલાલંપુરમાં સેક્રેટરી રૂબિયોને મળવાનો આનંદ થયો. હું અમારા દ્વિપક્ષીય સંબંધો તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર અમારી ચર્ચાઓની પ્રશંસા કરું છું.
સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ જયશંકર સાથે મુલાકાત કરતા પહેલા ભારત અને પાકિસ્તાન સાથેના યુએસ સંબંધો વિશે વાત કરી. તેમણે જણાવ્યું હતું કે વોશિગ્ટન પાકિસ્તાન સાથે તેના વ્યૂહાત્મક સંબંધોને આગળ વધારવા માંગે છે, પરંતુ આ ભારત સાથેની તેની ઐતિહાસિક અને ગાઢ મિત્રતાના ભોગે નહીં થાય.


