ટોરેન્ટ ગ્રુપ-સમર્થિત UNM ફાઉન્ડેશન દ્વારા અભિવ્યક્તિ આવૃત્તિ-૭ અભિનેત્રી સાન્યા મલ્હોત્રાએ અભિવ્યક્તિ ખાતે સ્થાપનો સાથે વાર્તાલાપ કરી કલાકારોની લીધી મુલાકાત
કલા સાથેના પ્રયોગો : નૃત્ય દ્વારા પોડકાસ્ટ, AI-આધારિત મોહિનીઅટ્ટમ, ડાયરો અને હિપ-હોપનો સંગમ અને અન્ય ઘણું પ્રેક્ષકો કલાત્મક રસમાં તરબોળ - એક અતિવાસ્તવ અનુભવના હવે છેલ્લા ૫ાંચ દિવસ બાકી
(પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદ, તા.ર૭
ટોરેન્ટ ગ્રુપના યુએનએમ ફાઉન્ડેશનના ઉપક્રમે અભિવ્યક્તિ ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટની આવૃત્તિમાં સંગીત નૃત્ય નાટ્ય અને દ્રશ્ય કળામાં વચાયેલી સાંસ્કૃતિક વાર્તા કહેવાની સાથે કવાત્મક રવિંટીનો સંગમ જાેવા મળ્યો હતો.
વર્લ્ડ મ્યુઝિક, છત્તીસગઢી પરંપરાગત સંગીત ગુજરાતી ફોક અને ભારતીય શાસ્ત્રીય નૃત્યના મિશ્રમાં સહિત વિવિધ પ્રસ્તુતિઓ દ્વારા વર્ણવવામાં આવેલી ભારતના અલગ અલગ વિસ્તારોની લોક વાર્તાઓને ગૂંથવારે કલા પ્રેમીઓ તરફથી હેતભર્યો આવકાર મળ્યો. પ્રત્યેક પ્રસ્તુતિ કલાકારો માટે ગાઢ વ્યક્તિગત અભિવ્યક્તિ તરીકે પ્રગટ થઇ અને દર્શકોના દિલને પણ સ્પર્શી ગઈ જેનાથી પરસ્પરના ભાવનાત્મક અનુભવો જાેડાયા.
નાગપુરના પરવિંદર સિહે એક હૃદયને સ્પર્શી જતી સંગીતમય પ્રસ્તુતિ મ્યુઝિકલ જર્ની ઓફ સાઉન્ડ એન્ડ સોલ રજુ કરી. આ પ્રસ્તુતિમાં વોક સંગીત અને વર્લ્ડ મ્યુઝિકનો સમન્વય દર્શાવિવામાં આવ્યો છે. પ્રસ્તુતિમાં દોતારા, હેન્ડપેન પર્કયુસન બેન્જાે, બાસ, ગિટાર અને અન્ય વાદ્યોનું એક સારગ્રાહી સમન્વય રજૂ કરવામાં આવ્યો, જે શાસ્ત્રીય અસરોને મોર્ડન સાઉન્ડ-કેપ્સ સાથે મિશ્રિત કરીને રજૂ કરે છે.

પુણેના કથક નૃત્યાંગના અનુષ્કા ચાંડકે "બાઇસા કા પોડકાસ્ટ"ની એક અનોખી થીમ રજૂ કરી, જેમાં તેમણે પોતાની દાદી સાથેની વાતચીતને ફરીથી દર્શાવી. જેના થકી બે પેઢીની મહિલાઓ વચ્ચેના સંવાદને કથક અને ઘૂમરના માધ્યમથી જીવંત બનાવવામાં આવ્યો.
વડોદરાના ચિરાગદીપ ઘોષ અને તેમની ટીમ દ્વારા રચિત અને રજૂ કરાયેલ પ્રસ્તુતિ ‘ફકીરનામા’માં એક સંગીતમય અને કાવ્યાત્મક સફરને દર્શાવે છે જે આધુનિક ફકીરની દુનિયા, તેમની માન્યતાઓ તેમનો આંતરિક દુનિયા અને જીવનને જાેવાની પોતાની અનોખી રીતને દર્શાવે છે.‘ધ શંકરાચાર્ય પ્રોજેક્ટ" સુરતના રાજ મોદીના ગુજરાત ગેરેજનો એક બોલ્ડ સંગીતમય પ્રયોગ આદી શંકરાચાર્યના લખાણો અને ફીલોસોફીથી પ્રેરીત થઈને તૈયાર કરવામાં આવ્યો છે. જે રોક સંગીતના સૂર દ્વારા તે ગ્રંથોના આધ્યાત્મિક અને બૌદ્ધિક સારને ફરીથી દશવિ છે.
મોહિની અટ્ટમ એકાંકી કલાકાર દિવ્યા વારિયરે પોતાની પ્રસ્તુતિ ‘ધ આર્ટ ઓફ વોર -વ્હેન આર્ટ રિમેમ્બર્સ વોટ વોર ફીરગોટ’ રજૂ કરી. આ પ્રસ્તુતિમાં દર્શાવવામાં આવ્યુ છે કે જ્યારે બધુ જ ખોવાઈ જાય છે, યાદો ધુંધળી થઈ જાય છે અને જ્યારે શરીર અંતિમ પડાવ ઉપર હોય છે, ત્યારે શું બાકી રહે છે?

ઉર્જાવાન રેપર, મીટ ગોસાઈ મિલન ગિરી (સ્ટેજ નામ કાલ મ્યુઝિક) એ પોતાની પ્રસ્તુતિ ‘હિઝ પ્રોજેક્ટ, હિપ કોપિયન ડાયરો’માં ગુજરાતી લોક કવિતા અને હિપ હોપ વચ્ચે સેતુ બનાવ્યો. આમ તો આ બે અલગ દુનિયા ભાગ્યે જ એક્ સાથે જાેવા મળતી હોવાથી દર્શકોએ પરંપરાગત ગુજરાતી કલા સ્વરૂપ ડાયરો અને છપાકરૂ કવિતાનો આધુનિક હિપ -હોપ લય સાથેનો આનંદ માણ્યો.
છત્તીસગઢના ફોક બેન્ડ લોકરાગીએ પોતાની પ્રસ્તુતિ ‘લોકગાથા ભયંદી રાજા બજાર્થરી કી વૈરાગ્ય ગાથા’ રજુ કરી હતી. આ પ્રસ્તુતિ ઉજજૈનના રાજા ભર્થરીની પૌરાણીક કથાને ફરી જીવંત કરે છે. ભર્થરી એક એવા રાજા હતા જેમનું જીવન વૈભવથી આધ્યાત્મિક સગપણની દિશામાં આગળ વધ્યું.


